Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ઉમરગામ અને દહેરી વચ્ચે વરસાદી પાણી ફરી વળતાં વાહનોની અવરજવર પર રોક

  • July 15, 2022 

ઉમરગામ તાલુકામાં અવિરત વરસાદને કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. જોકે સોલસુંબાં પૂર્વ વિસ્તારની સોસાયટીઓમાં પાણી ભરાતા દુકાનદારો અને રહીશો મુશ્કેલીમાં મુકાયા હતા. જયારે ગુજરાતને મહારાષ્ટ્ર સાથે જોડતા ઝરી કોઝવે ઉપર પાણી ફરી વળતા વાહનોની અવરજવર પર રોક લગાવાઇ હતી.




તેમજ સુરક્ષાને ધ્યાને લઈ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો અને દહેરી પંચાયત કોસ્ટેલ હાઇવે પાસે તળાવ ઓવરફ્લો થતાં પંચાયતે પાણીના નિકાલ માટે કામ શરૂ કર્યું હતું. વધુમાં કાંઠા વિસ્તારનાં 14 ગામોને જોડતા કોસ્ટલ હાઇવે પર ઉમરગામ અને દહેરી વચ્ચે વરસાદી પાણી ફરી વળ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application