વાપીનાં બલીઠા, મોરાઇ ફાટક પર મરામત કામગીરી બાદ હવે ઉદવાડા અને પારડી રેલવે સ્ટેશન પરના ફાટકોની મરામત કામગીરી રેલવે વિભાગ દ્વારા હાથ ધરાશે. જેને લઇ ઉદવાડા ફાટક તારીખ 16થી 25 સપ્ટેમ્બર સુધી બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. જયારે પારડી રેલવે સ્ટેશન પર તારીખ 16થી 19 સપ્ટેમ્બર સુધી રેલવે ફાટક બંધ રહેશે. જેના કારણે હજારો વાહન ચાલકોએ હાલાકીનો સામનો કરવો પડશે. ઉમરગામથી ડુંગરી સુધીના રેલવે ફાટકો પર હાલ મરામત કામગીરી ચાલી રહી છે.
જેથી વાપીથી મોરાઇ, બલીઠા ફાટક પર મરામત કામગીરીનાં કારણે ફાટકો બંધ રહ્યા હતાં. હાલ આફાટકો રાબેતા મુજબ શરૂ થયા છે, હવે ઉદવાડા અને પારડી રેલવે સ્ટેશન પર મરામત કામગીરી ચાલુ થશે. જેને લઇ ઉદવાડા રેલવે ફાટક તારીખ 16થી 25 સપ્ટેમ્બર સુધી બંધ રહેશે. જેના કારણે સ્થાનિક વાહન ચાલકોએ લાંબો ચકરાવો મારવો પડશે.
ઉદવાડા સાથે પારડી રેલવે સ્ટેશન આગળના ફાટક પર પણ મરામત કામગીરી હાથ ધરાશે. આ ફાટક તારીખ 16થી 19 સપ્ટેમ્બર સુધી બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. આમ વાર વાર ફાટકો બંધ રહેવાથી વાહન ચાલકોએ અગવડતાનો સામનો કરવો પડી રહ્યો છે. ઉદવાડા અને પારડી રેલવે સ્ટેશન આગળનાં ફાટકો બંધ રહેવાથી હજારો વાહન ચાલકોએ હાલાકી ભોગવવી પડશે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500