Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

Accident : બે બાઈક સામસામે ટકરાતા બે યુવાનનું ઘટના સ્થળ પર મોત

  • December 16, 2022 

દાદરા નગર હવેલીનાં ખેડપા ગામે મેઈન રોડ પર મહારાષ્ટ્રના બાઈક સવાર સામસામે ટકરાતા બે યુવાનનું ઘટના સ્થળ પર જ મોત થયુ હતુ અને બે વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થતા સારવાર અર્થે હોસ્પીટલમા દાખલ કરવામા આવ્યા હતા. મળતી માહિતી અનુસાર, ખેડપા ગામે અનિલભાઈ ખંજોડિયાના ઘર નજીક સાંજના સમયે વરસાદના કારણે બે બાઈક સવારનુ બેલેન્સ ના રહેતા સામસામે ટકરાયા હતા.




જોકે આ ઘટના જોતા ગામના લોકો દોડી આવ્યા હતા અને 108 અને પોલીસને જાણ કરવામા આવી હતી. જયારે આ ઘટનામા બે યુવાન વિલાસ ગુના સાપટે (ઉ.વ.47, રહે.ડાભેરી, મુલગાંવ, મહારાષ્ટ્ર) અને ભરત ધાકલ નાગડે (ઉ.વ.27) જે બંનેનાં ઘટના સ્થળ પર જ મોત થયા હતા. જયારે બાઈક પર બે મહિલા સવાર હતી જેઓને 108 દ્વારા મંગલા વિલાસ સાપ્ટે (ઉ.વ.42) જેને ખાનવેલ સબ જીલ્લા હોસ્પીટલમા દાખલ કરવામા આવેલ અને બીજી મહિલા અનુશ્યા લાક્ષિમન ગોતરના (ઉ.વ.50)નાને  જેને વિનોબાભાવે સિવિલ હોસ્પીટલમા સારવાર અર્થે દાખલ કરવામા આવેલ હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application