Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વાહન અડફેટે આવતાં બે યુવકનાં મોત, અજાણ્યો વાહન ચાલક ફરાર

  • November 29, 2022 

ઉમરગામ ગોકુળધામ ગાંધીવાડી ખાતે રહેતા મૂળ યુપીનાં 19 વર્ષીય અવધેશકુમાર વર્માનું રાત્રિના પોણા વાગ્યાના સુમારે ઉમરગામ GIDC બાદશાહ મસાલા કંપનીનાં ટર્નિંગ રોડ ઉપર અકસ્માત થયું હતું. કોઈ અજાણ્યા વાહન ચાલકે મોટરસાયકલને પાછળથી ટક્કર મારતાં અવધેશકુમારને માથાના અને શરીરના ભાગે ગંભીર ઈજા પહોંચતા સ્થળ ઉપર જ મોત નીપજવા પામ્યું હતુ. જયારે અકસ્માત કરી અજાણ્યો વાહન ચાલક ફરાર થઇ ગયો હતો. બનાવ અંગે ઉમરગામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા આવી હતી.




જયારે બીજો એક અકસ્માતનો બનાવ વાપીથી મુંબઈ તરફ જતા હાઇવે ઉપર ભિલાડ માર્ગ ઉપર બનવા પામ્યો હતો. ભિલાડ ખાતે રહેતા સચઈ બાઢી કનોજીયા (ઉ.વ.48, મૂળ રહે.યુપી) નાઓને કોઈ અજાણ્યા વાહન ચાલકે અડફેટે લેતા ઘટના સ્થળે જ મોત નીપજવા પામ્યું હતું. બનાવ અંગેની ભીલાડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News