વલસાડ જિલ્લાનાં એક ગામમાં રહેતી 17 વર્ષીય સગીરા પારડીની સ્કૂલમાં અભ્યાસ કરતી હોય જે સ્કૂલે આવવા ઘરેથી નીકળ્યા બાદ ગુમ થઈ હતી. જે અંગે પરિવારે પારડી પોલીસ મથકે દીકરી ગુમ થઈ હોવાની ફરિયાદ નોંધાવી હતી. પારડીનાં પીઆઇએ તપાસ હાથ ધરતા યુવક અપહરણ કરી ગયો હોવાનું બહાર આવ્યું હતું.
તે દરમિયાન પોલીસે મહારાષ્ટ્રનાં બુલધાના જિલ્લાના મોટાડાના આવહા ગામ ખાતે રહેતા ગજાનંદ લક્ષ્મણ તાઇડેની ધરપકડ કરી હતી. જોકે આ યુવક જે તે સમયે વલસાડમાં જ રહેતો હતો અને વિદ્યાર્થીનીનાં સંપર્કમાં હતો જેથી આ યુવક અને વિદ્યાર્થીની ફોન પર વાત કરતા હતા.
આ બાબતની જાણ થતા પરિવારે આ યુવકને વતન મોકલી આપ્યો હતો. વતન જઈને પણ યુવકે વિદ્યાર્થીની સાથે સંપર્ક રાખ્યો હતો. ત્યારબાદ વિદ્યાર્થીનીને સ્કૂલમાં આવવાનું જણાવી તેના એક મિત્ર મારફતે વલસાડ સ્ટેશન સુધી તેડાવી હતી. ત્યારબાદ વલસાડ ટ્રેન બાદ સુરતથી બસ મારફતે મહારાષ્ટ્ર લઇ ગયો હતો. આમ, પોલીસે યુવકની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500