Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

Arrest : યુવકને 2 કિલો ગાંજાનાં જથ્થા સાથે ઝડપી પાડી કાર્યવાહી કરાઈ

  • July 27, 2022 

દમણનાં ડાભેલ સ્થિત એક ચાલીમાં પોલીસે મળેલી બાતમીનાં આધારે રેડ કરી યુવકને અંદાજે 2 કિલો ગાંજા સાથે ધરપકડ કરી હતી. જોકે આ યુવક અન્ય રાજ્યમાંથી ગાંજો લાવી નાના પેકેટ બનાવીને છૂટક વેચાણ કરતો હતો. દમણ પોલીસે મળેલી સૂચના મુજબ ડાભેલ ક્રિએટિવ કંપનીની બાજુમાં આવેલી ફ્રાન્સિસની ચાલીમાં રહેતા સંજીત કમલેસરીની રૂમમાં છાપો માર્યો હતો.




પોલીસે ડ્રગ્સ ડિટેકશન કિટ, વલસાડની એફએસએલની ટીમને સાથે રાખીને છાપો મારવાની કાર્યવાહી કરી હતી. રૂમમાં તપાસ કરતા એક બેગમાંથી 1907 ગ્રામ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. આ ઉપરાંત છૂટક વેચાણનાં પેકિંગ કરવાની થેલી પણ મળી આવતા પોલીસે કબજે લીધી છે. હાલ આ મામલે પોલીસે કાયદેસરની કાર્યવાહી આરોપી સંજીત કમલેસરીની ધરપકડ કરીને કોર્ટમાં રજૂ કરીને રીમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application