Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

કપરાડાનાં કુંભઘાટ ઉતરતા માંડવા તડકેશ્વર મંદિર સામે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા ટ્રકને અકસ્માત નડ્યો

  • March 06, 2023 

કપરાડા તાલુકાનાં કુંભઘાટ ઉતરતા માંડવા તડકેશ્વર મંદિર સામે જીવલેણ વળાંક પાસે ટ્રક ચાલક કાબુ ગુમાવી બેસતા ટ્રક માર્ગ ઉપરથી નીચે પડતા અંદર ભરેલ ચોખાની ગુણી દૂર સુધી ફેંકાઈ ગઈ હતી. જોકે અકસ્માત બાદ કુંભઘાટ ઉપર ઠેર-ઠેર ચોખા ફેલાઇ ગયા હતા. બનાવની વિગત એવી છે કે, કપરાડા ગોડાઉન્ડ ખાતે અનાજ લઈને આવતી ટ્રક બરાબર કુંભઘાટ ચઢીને ગોડાઉન્ડની સામે જ રિવર્સ આવીને અનાજ ભરેલી ટ્રક શનિવારે પલટી ગઇ હતી.







જયારે આ અકસ્માતના પગલે આખો રસ્તો બ્લોક થઈ ગયો હતો. જેથી અન્ય વાહન ચાલકો હેરાન થયા હતા અને ટ્રકના ચાલકનો આબાદ બચાવ થયો હતો. આમ રવિવારે વહેલી સવારે મહારાષ્ટ્ર સ્ટેટથી અનાજ ભરીને આવતી ટ્રક નંબર GJ/10/TX/7007ના ચાલકએ સ્ટેરીંગ ઉપરથી કાબુ ગુમાવી બેસતા માંડવા તડકેશ્વર મંદિર પાસે જીવલેણ વળાંકમાં ટ્રક પલ્ટી મારીને નીચે ક્યારીમાં ખાબકી હતી. જેમાં ચાલકના પેટમાં મોટો ઘા પડી જતા તેની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું હતું. હાલ ચાલક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હોવાનું અન્ય ટ્રક ચાલકે જણાવ્યું હતું.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application