દાદરા નગર હવેલીના નરોલી ગામના હવેલી ફળિયામા મોડી રાત્રે ચોરોએ તાળુ તોડી ચોરીને અંજામ આપી ફરાર થઈ ગયા હતા. જયારે ઘરમા રહેનાર છે લોકો બહાર ગામ ગયા હતા ત્યારે આ ઘટના બની હતી. ઘટનાની જાણ થતા પોલીસની ટીમ પહોંચી તપાસ હાથ ધરી હતી. સુત્રો પાસેથી મળેલ માહિતી અનુસાર, નરોલી ગામે હવેલી ફળિયામા મહેશભાઈ ચૌહાણના બંગલામા ભાડેથી રહેતા રમણભાઈ પ્રજાપતિ એમના પરિવાર સાથે રહે છે જેઓ બહારગામ ફરવા ગયેલ હતા.
તે દરમિયાન મોડી રાત્રે ચોરટાઓ એમના બંગલાનુ તાળુ તોડી અંદરથી માલ-સામાન ચોરી કરી ફરાર થઇ ગયા હતા. ઘટનાની જાણ થતા નરોલી આઉટપોસ્ટના પી.એસ.આઇ. અને એમની ટીમ પહોંચી તપાસ હાથ ધરી હતી જેમા ઘરમા સમાન વેર વિખેર હાલતમા જોવા મળ્યો હતો પોલીસે ઘરમા રહેતા રમણભાઈને ટેલીફોનીક જાણ કરી હતી જેઓ પરત આવ્યા બાદ ઘરમા ચેક કરતા કબાટમા મુકવામા આવેલ સોનાના દાગીના જેની અંદાજીત કિંમત રૂપિયા 11 લાખ અને 10 હજાર રોકડ રકમની ચોરી થઈ હોવાનુ જણાવ્યુ હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application