વલસાડનાં ઊંટડી ગામ ખાતે એક વાડીમાં આવેલા કૂવામાં અગમ્ય કારણોસર બળદ પડી ગયો હતો. ઘટનાની જાણ સ્થાનક લોકોને થતા ગામના અગ્રણીઓ અને અગ્નિ વીર ગૌરક્ષક દળની ટીમને ઘટનાની જાણ કરવામાં આવી હતી. બનાવની વિગત એવી છે કે, વલસાડનાં ઊંટડી ગામ ખાતે આવેલી એક વાડીનાં કૂવામાં બળદ ખાબક્યો હતો.
જોકે કુવામાં કંઈક પડવાનો અવાજ આવતા સ્થાનિક લોકો ખેત મજૂરો તાત્કાલિક કુવા પાસે આવી પહોંચ્યા હતા અને ચેક કરતા કૂવામાં બળદને પડેલી હાલતમાં જોયો હતો. જોકે બળદને બચાવવા સ્થાનિક લોકોએ ગામના આગેવાનો અને અગ્નિ વીર ગૌરક્ષક દળની ટીમની મદદ મેળવી હતી. જેથી ટીમે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ચેક કરતા ક્રેનની મદદ મેળવી બળદનું સુરક્ષિત રીતે રેસ્ક્યુ કર્યું હતું.
જયારે કુવાનાં પાણીમાં અચાનક બળદ પડતા ગભરાઈ ગયો હતું. જેથી રેસ્ક્યુ ટીમને બળદને સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરતા એક કલાકથી વધારેનો સમય લાગ્યો હતો જોકે બળદને પાણીમાં શાંત પાળ્યા બાદ રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું.
વલસાડ તથા આજુબાજુના પંથકમા રસ્તે રઝળતા તથા ઇમરજન્સીના સમયે અબોલ જીવોનુ રક્ષણ કરવા માટે તત્પર રહેતી અગ્નિ વીર ગૌરક્ષક દળની ટીમે ગૌ વંશની રક્ષા કરવા તત્પર રહે છે. અગ્નિ વીર ગૌ સેવા દળના કાર્યકરો રાત દિવસ જોયા વિના અકસ્માતે ઇજા પામેલ, બીમાર, ગટર કે ગરનાળા, કુવામાં પડી ગયેલ, રસ્તામા લડાતા આખલાઓને કાબુમા લેવા, ગૌ વંશની સુરક્ષા માટે પોતાના જીવની પરવા કર્યા વિના નિસ્વાર્થ સેવા કાર્યથી ગૌ માતાઓ તથા અબોલ જીવો માટે દેવદુત સમાન સાબિત થઇ રહ્યા છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500