વલસાડમાં એક એપાર્ટમેન્ટનાં ટેરેસ ઉપર પૂર્વ મંજૂરી વિના બાંધકામ પ્રકરણમાં પાલિકાની ટીમે હથોડો ઝીંકી દિવાલ ધરાશાયી કરી દેતા અન્ય લોકોમાં ફફડાટ ફેલાયો હતો. વલસાડ શહેરનાં મિશન કોલોની વિસ્તારમાં આવેલા કમલ પાર્ક સોસાયટીનાં એપાર્ટેમેન્ટનાં અન્ય ફલેટ હોલ્ડરોની પરવાનગી વિના ટેરેસ ઉપરથી સહિયારી જગ્યામાં મધ્યેથી ગેરકાયદે દિવાલનું બાંધકામ કરી દેવાતાં રહીશો ભારે મુશ્કેલીમાં મૂકાયા હતા. આ મામલે એક અરજદારએ પાલિકા C.O.ને ફરિયાદ કરતાં ચીફ ઓફિસર દશરથસિંહ ગોહિલે બાંઘકામ વિકાસ પરવાનગીની નકલ, મિલતક માલિકીનાં દસ્તાવેજી સહિતનાં પુરાવાઓ 7 દિવસમાં રજૂ કરવા નોટિસ જારી કરી હતી.
જે મામલે કચેરી દ્વારા પુરાવાની ચકાસણી કરાતાં ગેરકાયદે બાંધકામ જણાતા દિન સાતમાં સ્વખર્ચે દૂર કરવા નોટિસ પાઠવવામાં આવી હતી. તેમ છતાં કોઇ કાર્યવાહી ન થતાં નગરપાલિકા C.O.એ તારીખ 5 ઓગસ્ટ 2023નાં રોજ લેખિત હુકમ જારી કરી દિવાલનાં ગેરકાયદે બાંધકામ કરી શહેરી નગરરચના અને શહેરી વિકાસ અધિનિયમની કલમોની જોગવાઇનો ભંગ કરતા દિવાલ દૂર કરવાની નોટિસો પાઠવ્યા બાદ ગતરોજ ગેરકાયદે દબાણ દૂર કર્યું હતું. જોકે પાલિકાએ કડક કાર્યવાહી હાથ ધરતા અન્ય લોકોમાં પણ ફફડાટ ફેલાયો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application