Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

Crime : પત્નિને માથાનાં ભાગે લાકડાનાં ફટકા મારી હત્યા કરી ફરાર થયેલ પતિને પોલીસે ઝડપી પડ્યો

  • June 23, 2022 

ધરમપુર તાલુકાનાં પીપલપાડાનાં ઉપલા ફળિયામાં રહેતા એક દંપતી એકલું રહેતું હતું. જોકે ગત તા.20 જુનની રાત્રીએ પતિ પત્નિ વચ્ચે થયેલા કંકાશને લઈને ગુસ્સામાં પતિએ પત્નીને માથાના ભાગે લાકડાનાં ફટકા મારી હત્યા નીપજાવી હતી. જયારે આરોપીએ નાસિક રહેતી તેમની દીકરીને ઘટનાની જાણ કરી ફોન સ્વીચ ઓફ કરી આરોપી ફરાર થઇ ગયો હતો. જયારે દીકરીએ માતાની હત્યા કરનાર પિતા વિરુદ્ધ ધરમપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદ નોંધી ગણતરીના કલાકોમાં જ બાતમીદારોની મદદ વડે ધરમપુર એસટી ડેપી ખાતેથી હત્યાર પતિની ધરપકડ કરી હતી.



બનાવની વિગત એવી છે કે, વલસાડ જિલ્લાનાં ધરમપુર તાલુકાનાં પીપલપાડા ખાતે રહેતા રામચંદ જાનુભાઈ પાડવી તેની પત્ની જમનાબેન સાથે રહેતા હતા. જોકે તેમના પરિવારમાં 3 સંતાનો પૈકી 2 દીકરા વડોદરા અને સુરત ખાતે રહે છે. જ્યારે દીકરી નાસિક ખાતે તેના સાસરે રહે છે. પરંતુ ગત તા.20 જુનની રાત્રીએ જમનાબેન અને રામચંદ્ર વચ્ચે કોઈક વાતથી ઝઘડો તકરાર થયો હતો.



જેમાં ગુસ્સે ભરાયેલા રામચંદ્રભાઈએ જમનાબેનને નજીકમાં પડેલા લાકડાના ફટકા મારી ઇજાગ્રસ્ત હાલતમાં તડપતી છોડી રામચંદ ઘરેથી ભાગી ગયો હતો. સમયસર જમનાબેનને પ્રાથમિક સારવાર મળી ગઈ હોતે તો જમનાબેનનો જીવ બચી શક્યો હોત. જયારે લાશને ઘરમાં મૂકી રામચંદ્ર પાડવી ફરાર થઇ ગયો હતો. ઘરની બહારથી દીકરી નિર્માળાને ફોન કરી તેની માતા સાથે થયેલા ઝઘડા અંગે વાત કરી હતી અને જમનાબેનને માથાના ભાગે લાકડાના ફાટક મારી ઇજા પહોંચાડી હોવાની જાણ કરી હતી.



જેથી ઘરથી થોડે દુર જઈને નાસિક રહેતી દીકરીને ફોન દ્વારા ઘટનાની જાણ કરી દીકરીને સવારે ઘરે જવા જણાવ્યું હતું. દીકરી નિર્માળાએ મંગળવારે પીપલપાડા ખાતે આવેલા ઘરે જઈને ચેક કરતા તેની માતા જમનાબેનની હત્યા થયેલી હાલતમાં લાશ મળી હતી ઘટના અંગે નિર્માળાએ ગામના અગ્રણીઓ અને ધરમપુર પોલીસને જાણ કરી હતી તેમજ દીકરી નિર્માળાએ માતાની હત્યા કરવા બદલ પિતા વિરૂદ્ધ ધરમપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. ધરમપુર પોલીસે ફરિયાદ નોંધી રામચંદ્ર પાડવીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા.



જોકે દીકરી નિર્માળાબેનની ફરિયાનનાં આધારે ધરમપુર પોલીસે બાતમીદારોની મદદ મેળવીને રામચંદ્ર પાડવી ધરમપુર છોડી ભાગે તે પહેલાં ધરમપુર એસટી ડેપો ખાતેથી ઝડપી પાડ્યો હતો. વલસાડ આરોપીના કોવિડ ટેસ્ટ કરવી આગળની તજવીજ હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application