Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

Update : ભંગારનાં ગોડાઉનમાં લાગેલ ભીષણ આગ પર કાબૂ, આગમાં માલ સામાન બળીને રાખ થયો

  • March 16, 2023 

વાપી ડુંગરી ફળિયામાં ભંગારનાં ગોડાઉનમાં લાગેલી ભીષણ આગને ફાયરે 12 કલાકે કાબૂમાં લીધા બાદ તે જ વચ્ચે જી.આઇ.ડી.સી.ની કંપનીમાં બ્લાસ્ટ સાથે આગ ફાટી નીકળતા સાડા 7 કલાકે તે કાબૂમાં આવી હતી. બંને બનાવમાં કોઇ જાનહાનિ તો થઇ ન હતી પણ માલ સામાન બળીને રાખ થઇ ગયા હતા. બનાવની વિગત એવી છે કે, વાપી ડુંગરી ફળિયા સ્થિત આઝાદ નગરમાં એક ભંગારના ગોડાઉનમાં રવિવારે મોડી રાત્રે આગ લાગ્યા બાદ આજુબાજુના ગોડાઉનો પણ તેની ચપેટમાં આવી ગયા હતા. જેને લઇ ફાયરના જવાનો દોડતા થયા હતા.






જોકે ગોડાઉનોમાં પ્લાસ્ટિક અને કેમિકલ્સ હોવાથી વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા કુલ 17 ગોડાઉનો તેની ચપેટમાં આવતા દોડધામ મચી હતી. જયારે ફાયરના જવાનોએ 12 કલાકની જહેમતે આગ ઉપર કાબૂ મેળવ્યો હતો. બીજા કેસમાં મંગળવારે સાંજે વાપી જી.આઇ.ડી.સી. સ્થિત વ્રજ કેમિકલ્સ કંપનીમાં ધડાકા સાથે આગ લાગતા કામદારો કંપની બહાર ભાગતા નજરે ચઢ્યા હતા. આ અંગેની જાણ ફાયરને થતા જિલ્લાભરથી જવાનો સ્થળ ઉપર ધસી આવ્યા હતા અને આગ ઉપર પાણી સાથે ફોમનો વારો ચલાવતા સાડા 7 કલાક બાદ આગ કાબૂમાં આવી હતી. ફાયરના જણાવ્યા મુજબ કંપનીમાં કોઇપણ પ્રકારની જાનહાનિ થઇ ન હતી પણ કેમિકલ્સ અને અન્ય મશીનરીઓ આગમાં ખાક થઇ ગયા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application