ભીલાડ નજીક તલવાડા હાઈવે પરથી સેલવાસથી તલાસરી થઈ વાપી તરફ જતો એક ટેમ્પોમાંથી રબર સ્કેપની યાડમાં ભરી લઈ જવાતો દારૂનો જથ્થો ભીલાડ પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહીએ હાથ ધરી હતી. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, ભીલાડ પોલીસ સ્ટાફનાં માણસો શનિવારના રોજ પ્રોહિ. ગુના અંગે પેટ્રોલિંગમાં હતા. તે સમયે બાતમી મળતા ભીલાડ આરટીઓ કચેરી પર વોચ ગોઠવી હતી. તે દરમિયાન બાતમી વાળો ટેમ્પો નંબર MH/05/EL/2430 આવતા તેની લાકડીનાં ઇશારે વડે રોકી સાઈડ પર કર્યો હતો.
ત્યારબાદ ટેમ્પા પર લગાવેલ તાડપત્રી હટાવી તલાસી લેતાં રબર સ્કેપ ભરેલ પ્લાસ્ટિકની ગુણીનાં નીચે પૂઠ્ઠા 126 બોક્સ જેમાં બિયરનો બોટલ અને ટીન નંગ 3540 મળી કુલ રૂપિયા 63,4800/-નો મુદ્દામાલ ઝડપી પાડયો હતો. જોકે ટેમ્પા ચાલક હિલાલ ઉર્ફે અનિલ ગોકુળ બાંહમનેની ધરપકડ કરી હતી. આમ પોલીસે ટેમ્પો, રબર સ્કેપની 150 ગુણી કિંમત રૂપિયા 84,000, 1 નંગ મોબાઈલ અને વિદેશી દારૂનો જથ્થો મળી કુલ રૂપિયા 17,23,800/-નો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500