પારડી તાલુકાનાં રોહિણા ગામે લાખણ ફળિયા ખાતે રહેતો બળદેવભાઈ વેસ્તાભાઈ પટેલ (ઉ.વ.45) કે જેઓ શનિવારનાં રોજ કામ અર્થે પોતાની એકટીવા નંબર GJ/21/DR/2295 ઉપર સવાર થઈ સોનવાડા ગામે ગયા હતા. જ્યાંથી તે ખેરલાવગામ બાદ પરત પોતાના ઘરે સાંજે આવી રહ્યા હતા. ત્યારે ડુમલાવ ગામે રાતડ ફળિયા ખાતે ખૂંટેજ ચાર રસ્તાથી ખેરલાવ જતા રોડ પર તેમણે મોપેડ પરથી કાબૂ ગુમાવતાં મોપેડ રોડની બાજુમાં આવેલા ઈલેક્ટ્રીક થાંભલા સાથે ધડાકાભેર અથડાઈ હતી.
જેથી તેઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત બન્યા હતા અને આ અકસ્માતનો અવાજ સાંભળી આજુબાજુના લોકો દોડી આવ્યા હતા અને 108 એમ્બ્યુલન્સ મારફતે તાત્કાલિક સારવાર માટે પારડી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં રવિવારના રોજ બળદેવભાઈનું સારવાર દરમિયાન મોત નીપજવા પામ્યું હતું. બનાવ સંદર્ભે પારડી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પારડી પોલીસે પીએમ કરવાની તજવીજ હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application