Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

Accident : કાર અડફેટે બાઈક ચાલક યુવકનું ગંભીર ઈજાને કારણે ઘટના સ્થળ ઉપર મોત

  • December 14, 2023 

સુરતના એક યુવકની રેન્જ રોવરે વલસાડ નજીક હાઇવે નંબર 48 પર એક યુવકની બાઇકને ટક્કર મારી ગંભીર અકસ્માત સર્જ્યો હતો. આ અકસ્માતમાં બાઇક ચાલક યુવકનું મોત નિપજ્યું હતુ. પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગત મુજબ વલસાડના જુજવા ગામે રહેતો સાવનકુમાર જયંતિભાઇ રાઠોડ (ઉ.વ.30) તેની બાઇક નંબર GJ/15/BA/3735 લઇને હાઇવે પર ફરવા નિકળ્યો હતો. ત્યારે રાત્રે સુરતની એક રેન્જ રોવર નંબર GJ/05/RJ/9117ના ચાલક કરણ શૈલેશ મશરૂવાળા (ઉ.વ.30)નાંએ સાવન કુમારની બાઇકને અડફેટે લઇ ગંભીર અકસ્માત કર્યો હતો.



જોકે આ અકસ્માતમાં સાવનકુમારને માથામાં ગંભીર ઇજા પહોંચતા તેનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતુ. બનાવ અંગે સાવનકુમારના પિતા જયંતીભાઇએ વલસાડ રૂરલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે કરણ મશરૂવાળા વિરૂદ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. વધુમાં સાવનકુમારના પિતા પ્લમ્બરનું કામ કરી ગુજરાન ચલાવે છે. તેના પરિવારમાં તેની નાની બહેન છે. પરિવારમાં તે એક જ પુત્ર હતો. ત્યારે તેના જવાથી તેના પરિવાર પર આભ તૂટી પડ્યું હતુ.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application