વલસાડનાં ગાડરિયા ગામે ગત તા.24 ઓક્ટોબર 2021નાં રોજ મધરાતે એક બંગલામાં 3 લૂંટારૂઓ ટોમી, પેટ્રોલ અને ડિસમિસ જેવા સાધનો લઇને ગ્રીલની બારીમાંથી પ્રવેશી ગયા હતા. જોકે બેડરૂમમાં સૂતેલા બંગલાનાં માલિક જતીન છગનભાઇ પટેલને ઉંઘમાંથી જગાડી તેમના હાથ પગ વાયરથી બાંધી દીધાં બાદ જાગી ગયેલી પત્નીએ બુમો પાડી હતી જેને લઇ જતીનભાઇનાં માતા, બહેન અને ભાણેજ સહિત પરિવારજનો દોડી આવ્યા હતા.
તે દરમિયાન લુંટારૂઓએ ટોમીથી જતીન પટેલ ઉપર હુમલો કરવા જતાં તેમના બહેને પાછળથી ટોમી પકડી પ્રતિકાર કર્યો હતો અને જતીનભાઇ અને તેમના પત્નીએ લૂંટારૂઓને ધક્કો મારી દિવાલ તરફ ધકેલી દેતા તેઓ દાદર પાસે પટકાયા હતા અને જતીનભાઇનાં ભાણેજ વંશે દરવાજા દોડી જઇ ગ્રામજનોને બુમો પાડી જાણ કરતા લોકો દોડી આવી 2 લૂંટારૂને ઝડપી પાડી મારમારી અધમૂવા કરી દીધાં હતા.
જ્યારે એક લૂંટારૂ ભાગી છુટ્યો હતો. આ કેસમાં ઝડપાયેલો આરોપી વિજય તુલસીરામ ચૌહાણની પોલીસે ગત તા.30 ઓક્ટોબર 2021નાં રોજ ધરપકડ કરી ચાર્જશીટ ફાઇલ કરતા જામીન મુક્ત થવા આરોપીએ વલસાડ સેશન્સ કોર્ટમાં જામીન અરજી રજૂ કરતા DGPની દલીલો ગ્રાહ્ય રાખી એડિશનલ સેશન્સ જજ અરજી ફગાવી દીધી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500