વલસાડ જિલ્લાને અડીને આવેલ સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીમાં રાકેશભાઈ સોલંકીની ચાલીમાં રહેતા દીપક વિશ્રામ યાદવ, નરોલી આઉટ પોસ્ટ સ્ટાફને જાણ કરી હતી કે તેની પત્ની મોનિકા દેવી (ઉ.વ.20) તેના ભાડાના રૂમમાં ફાંસો ખાઈને આત્મહત્યા કરી છે જેથી પોલીસ સ્ટાફ દ્વારા ઘટના સ્થળની મુલાકાત લેવામાં આવી હતી અને મોનિકા દેવીનો મૃતદેહને ચેક કરતા ગળામાં પીળા કપડાથી બાંધેલી શંકાસ્પદ હાલતમાં મૃતદેહ જમીન ઉપર પડેલો જોવા મળ્યો હતો.
જોકે સેલવાસ પોલીસની ટીમે લાશનો કબ્જો મેળવી પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવી હતી. જયારે લાશના PM રિપોર્ટમાં મૃત્યુનું કારણ થ્રોટલિંગ એટલે કે ગળું દબાવવાથી મૃત્યુ થયું હોવાનું જાહેર કરવામાં આવ્યું હતું. જેને લઈને પોલીસ મથકે હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો હતો. ત્યારબાદ દિપક યાદવ અને આજુબાજુનાં સ્થાનિક લોકોના નિવેદન નોંધી આગળની તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં સેલવાસ પોલીસના બતમીદારો પાસેથી મળેલી માહિતીના આધારે પોલોસે શકમંદ દિપક યાદવની કડકાઇથી પૂછપરછ કરતા આરોપીએ જ ગળું દબાવી હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી.
બનાવની વિગત એવી છે કે, વલસાડ જિલ્લાને અડીને આવેલા સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીના સેલવાસના નરોલી મોરી ફળિયામાં આવેલી રાકેશભાઈ સોલંકીની ચાલીમાં રહેતા દિપક વિશ્રામ યાદવ નામના યુવકે પોલીસ ચોકીમાં આવીને તેમની પત્ની મોનીકાદેવીએ અગમ્ય કારણોસર આપઘાત કરી લીધો હોવાનું જણાવ્યું હતું. સેલવાસ પોલીસે તાત્કાલિક ચાલીમાં જઈને ચેક કરતા શંકાસ્પદ હત્યા થયેલી હાલતમાં મહિલા લાશ મળી આવી હતી. પોલીસે રૂમમાં ઝીણવટ ભરી રીતે તપાસ હાથ ધરી હતી.
જોકે પતિ દિપક અને આજુબાજુમાં રહેતા પરિવારના સભ્યોને નિવેદન નોંધવામાં આવ્યા હતા. સેલવાસ પોલીસે લાશનો કબ્જો મેળવી લાશનું PM કરાવવાની તજવીજ હાથ ધરી હતી. મોનિકાદેવીના PM રિપોર્ટમાં ગળું દબાવવાથી હત્યા થઈ હોવાનું સામે આવ્યું હતું. જેથી સેલવાસ પોલીસે ગુનાની ગંભીરતા અને ગંભીર સ્વરૂપને જોતા SHO સિલવાસા પોલીસ સ્ટેશનની આગેવાનીમાં એક ટીમ બનાવવામાં આવી હતી. કેસનો ઉકેલ લાવવા અને કેસની તપાસ PSIને સોંપવામાં આવી હતી.
તપાસ દરમિયાન, સાક્ષીઓની પૂછપરછ હાથ ધરવામાં આવી હતી સાથે બાતમીદારોની મદદ લેવામાં આવી હતી. જેમાં મૃતક મોનિકાદેવીના પતિ દીપક વિશ્રામ યાદવ પર સંપૂર્ણ શંકા હોવાનું અનુમાન કરવામાં આવ્યું હતું અને આરોપી દીપક વિશ્રામ યાદવની સતત પૂછપરછમાં તેણે કબૂલાત કરી હતી કે, તેણે તેની પત્ની મોનિકા દેવી દીપક યાદવનું ગળું દબાવીને હાથ વડે હત્યા કરી છે એવું પણ જાણવા મળ્યું હતું કે, આરોપી દીપક તેની પત્નીને ઉત્તર પ્રદેશથી 10 ઓકટોબર 2022ના રોજ નરોલી, મોરીફળિયા ખાતે લઈ આવ્યો હતો અને તે પણ તેમની વચ્ચે અને તેમના મૂળ વતન ઉત્તર પ્રદેશમાં પરિવાર સાથે ઝઘડો થયો હતો. આરોપીની ધરપકડ કરવામાં આવી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500