Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ટેમ્પો ચાલકે યુવતીને અડફેટે લેતાં ગંભીર ઈજાને કારણે મોત, ટેમ્પો ચાલક સામે ગુનો દાખલ

  • October 30, 2022 

વાપીનાં ચણોદમાં રહેતી અને Bscમાં અભ્યાસ કરતી યુવતી તેની માતા સાથે શાકભાજી લેવા નીકળી હતી. તે દરમિયાન એક ટેમ્પોનાં ચાલકે તેને અડફેટમાં લેતા યુવતીએ સ્થળ ઉપર જીવ ગુમાવ્યો હતો. જોકે સ્થાનિકોએ ટેમ્પો ચાલકને પકડી પાડી પોલીસને સોંપતા કાર્યવાહી હાથ ધરાઇ હતી. મળતી માહિતી અનુસાર, વાપીનાં ચણોદ દેસાઇવાડ ખાતે આસ્થા વિહાર સોસાયટીમાં માતા-પિતા સાથે રહેતી 21 વર્ષીય રેશ્મા સંજયપ્રસાદ પટેલ બુધવારનાં રોજ માતા કિરણદેવી સાથે ઘરેથી શાકભાજી લેવા માટે નીકળી હતી.




તે સમયે દુકાન સામે રોડની સાઇડમાં ચાલતીને જતી વખતે ટાટા ટેમ્પો નંબર GJ/19/U/0434નાં ચાલકે તેની ગાડી પૂરઝડપે હંકારી લાવી રેશ્માને પાછળથી અડફેટમાં લઇ ગાડી તેની ઉપર ચઢાવી દેતા માથાનાં ભાગે ગંભીર ઇજા હોવાથી સ્થળ ઉપર જ મોત થયું હતું. જોકે આ અકસ્માત સર્જી નાસતા ટેમ્પોનાં ચાલકે સ્થાનિકોએ બાઇકથી પીછો કરી પકડી પાડી પોલીસને જાણ કરી હતી. આમ પોલીસે આરોપી ચાલક સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application