Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

Accident : ટેમ્પો ચાલકે બાળકીને અડફેટે લેતાં ગંભીર ઈજાને કારણે બાળકીનું મોત, અકસ્માત સર્જી ટેમ્પો ચાલક ફરાર

  • September 02, 2022 

વલસાડ શહેરનાં પોલીસ હેડ ક્વાર્ટર પાસે એક અજાણ્યા ટેમ્પો ચાલકે એક માસુમ બાળકીને અડફેટે લઈ અકસ્માત સર્જ્યો હતો. જોકે આ અકસ્માતમાં ટેમ્પાનું પૈડું બાળકીની છાતી પરથી ફરી વળતા માસુમ બાળકીએ જીવ ગુમાવ્યો હતો. અકસ્માત સર્જ્યા બાદ ટેમ્પો ચાલક ઘટના સ્થળેથી ટેમ્પો લઇને ફરાર થઈ ગયો હતો. ઘટના અંગે બાળકીનાં પિતાએ વલસાડ સિટી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.




સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, વલસાડનાં અબ્રામા પોલીસ હેડ ક્વાર્ટર રોડ ઉપર આવેલા સુધા નગર રજવાડી કોમ્પલેક્ષ પાસે બપોરનાં સુમારે એક 5 વર્ષની માસુમ બાળકી મન્નતફાતમા સમીઉલ્લા ચોધરી નામની બાળકી તેની માતા સાથે કોઈક કામ અર્થે જઈ રહી હતી.




તે દરમિયાન એક ટેમ્પો નંબર GJ/15/AT/9575નો ચાલક અબ્દુલ મુબારક શેખે ટેમ્પો પૂરઝડપે હંકારી લાવી માસુમ બાળકી મન્નત ફતમાંને અડફેટે લીધી હતી. જોકે આ અકસ્માતમાં માસુમ બાળકીનાં છાતીના ભાગે ટેમ્પાનું ટાયર ફરી વળતાં બાળકી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ હતી. તેને તાત્કાલિક સારવાર માટે વલસાડની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. ત્યા ફરજ ઉપરનાં તબીબે બાળકીને મૃત જાહેર કરી હતી.




ઘટના અંગેની જાણ સીટી પોલીસની ટીમને થતા પોલીસે ઘટના સ્થળે પહોંચી ઝીણવટ ભરી તપાસ હાથ ધરી હતી. વલસાડ સીટી પોલીસ મથકે બાળકીનાં પિતાએ ટેમ્પો ચાલક વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. વલસાડ સીટી પોલીસે ઘટના સ્થળની આજુબાજુમાં રહેતા વેપારીઓ અને સ્થાનિક લોકોના નિવેદન નોંધી ઘટના સ્થળની આજુબાજુના CCTV ફૂટેજ મેળવી આગળની તપાસ હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application