Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ઉમરગામ રેલવે સ્ટેશન પાસે દુકાનો અને મકાનોનું ડિમોલિશન કરાયું

  • March 12, 2023 

ઉમરગામ રેલવે સ્ટેશન પાસે બની રહેલા ફ્લાય ઓવર બ્રિજની કામગીરીમાં અવરોધ બનતી કાચી-પાકી દુકાનો અને મકાનોનું શનિવારે તંત્ર દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે ડિમોલિશન અભિયાન શરૂ કર્યું હતું.   ઉમરગામ રેલવેનો ઓવર બ્રિજ નિર્માણ થઈ રહ્યો છે. જેમાં ઉમરગામ રેલવે સ્ટેશન પાસે સોળસુંબા અને દહાડ ગ્રામ પંચાયત વિસ્તારમાં રોડ માર્જીનમાં અડચણ રૂપ મકાનો-દુકાનોને દૂર કરવા દૂર કરવા અગાઉ સંબંધિતોને સૂચન કરવા છતા દૂર નહીં કરાતા આખરે તંત્ર દ્વારા કડક પોલીસ બંદોબસ્ત સાથે અવરોધજનક માર્જિનમાં આવેલી દુકાનો અને મકાનો દૂર કર્યા હતા.







જોકે વળતર મુદ્દે કેટલાક રહેવાસીઓ ફરિયાદ કરવા દોડાદોડ કરતા હોય ફ્લાય ઓવરનીં કામગીરીમાં અવરોધની બાબત સામે આવી હતી. આખરે શનિવારે પોલીસ બંદોબસ્ત સાથે ઉમરગામ મામલતદાર સહિત અધિકારીઓના કાફલાએ JCB ચલાવી નડતરરૂપ દબાણોનું ડિમોલિશન શરૂ કર્યુ હતું. લાંબા સમયથી ગોકુળ ગાયની ગતિએ ચાલી રહેલી ઓવરબ્રિજની કામગીરી હવે ઝડપથી પૂર્ણ કરવામાં આવશે તેવી લોકોને આશા છે. લાંબા સમયથી દૂર ન કરાતા ઓવર બ્રિજની કામગીરી ખોરંભે પડી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application