વલસાડનાં વેજલપુરનાં અતુલ ફળિયામાં રહેતી એક 20 વર્ષીય આશાસ્પદ વૈષ્ણવીબેન ધર્મેશભાઈ નાયકાનું HSCનું પરિણામ નબળું આવ્યું હતું. જોકે વૈષ્ણવી પાસ થવાની પ્રબળ ઈચ્છા ધરવી બેઠી હતી, પરંતુ નાપાસ થતા હતાશ થઈ હતી. જોકે વૈષ્ણવીનાં પિતા તથા તેના 2 ભાઈઓએ આગામી દિવસોમાં પરીક્ષા આપી વધુ માર્ક સાથે પાસ થવા પ્રોત્સાહિત કરી હતી.
જોકે ગત સોમવારનાં રોજ ધર્મેશભાઈ કંપનીમાં નોકરી કરવા ગયા હતા અને બંને ભાઈઓ અન્ય કામોથી બહાર ગયા હતા. સાંજે ધર્મેશભાઈ પોતાના ઘરે પરત ફરતા ઘરનો મુખ્ય દરવાજો અંદરથી બંધ હતો. જેથી પાછળનાં દરવાજેથી ઘરમાં પ્રવેશી ચેક કરતાં ઘરના રસોડામાં તેમની લાડકી દીકરી લોખડની એંગલ વડે ફાંસો ખાઈ આપઘાત કરેલી હાલતમાં મળી આવી હતી.
જેથી ધર્મેશભાઈએ નજીકનાં અગ્રણી તથા સ્થાનિક લોકોની મદદ મેળવી વૈષ્ણવી ઉતારી સારવાર માટે નજીકની હોસ્પિટલે ખસેડી હતી. ત્યાં ફરજ ઉપર હાજર તબીબે વૈષ્ણવી નાયકાને મૃત જાહેર કરી હતી. બનાવ અંગે વલસાડ રૂરલ પોલીસની ટીમને જાણ થતા વલસાડ રૂરલ પોલીસની ટીમે લાશનો કબજો મેળવી પીએમ કરવાની તજવીજ હાથ ધરી હતી. ઘટના અંગે વૈષ્ણવીના પિતા ધર્મેશભાઈ મોહનભાઈ નાયકાએ વૈષ્ણવીએ HSCમાં ફેલ થવાથી હતાશ થઈ આપઘાત કર્યો હોવાની નોંધ કરાવી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500