વલસાડ જિલ્લામાં રહેતા મધ્યમ વર્ગના નિવૃત કર્મચારીએ વર્ષ-2013 પહેલાં બેંક એકાઉન્ટ સાથે લિંક કરેલો મોબાઈલ નંબર વર્ષ-2013માં નંબર નિવૃત કર્મચારીએ બંધ કરવી દીધો હતો. ત્યારબાદ નંબર થોડા સમય પહેલા સુરતનાં રાહુલ નામના એક રત્નકલાકારનાં હાથ લાગ્યો હતો. જે નંબર ચાલુ કરાવતા નિવૃત કર્મચારીનાં ખાતાના ટ્રાન્જેક્શનનાં રૂપિયાનો SMS આવતા તેમના ખાતામાં 5.50 લાખ રૂપિયા હોવાનું જાણવા મળતા રત્નકલાકારની નિયત બગડી હતી.
જેથી નિવૃત કર્મચારીની બેંકનાં કર્મચારીને સાથે રાખી રત્નકલાકારે 5.50 લાખની ઓનલાઇન છેતરપિંડી કરી હતી. જોકે રાહુલે તેના મોબાઈલમાં બેંકની મોબાઈલ એપ ડાઉનલોડ કરી અલગ અલગ ખાતામાં રૂપિયા ટ્રાન્સફર કરી લીધા હતા. સમગ્ર ઘટનાની જાણ નિવૃત કર્મચારીને થતાં તાત્કાલિક વલસાડ સાઇબર ક્રાઈમ કચેરીનો સંપર્ક કર્યો હતો.
જેમાં સાઇબર ક્રાઇમની ટીમે ઝીણવટ ભરી રીતે ચેક કરતા સુરત, ભાવનગર અને બોટાદ અલગ-અલગ ટીમો બનાવી ગુનામાં સંડોવાયેલા 6 યુવકોની ધરપકડ કરવામાં આવી હતી. જોકે તેમાં બેંકર કનુભાઈ નામનો કર્મચારી અને બેન્ક મેનેજર વોન્ટેડ છે.
પોલીસે ઝડપી પાડેલ 6 આરોપીઓ
1.રાહુલ ઈશ્વરભાઈ ચૌહાણ,
2.આતીશ ભરતભાઇ ચૌહાણ,
3.તનય અજય બેરાનૈમેશ,
4.ગીરીશભાઈ રંગપરા,
5.ભાવેશભાઈ રમેશભાઈ ચાવડા અને
6.કેતન અશોકભાઈ મકવાણા.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500