કેન્દ્ર સરકાર દ્વારા સિંગલ યુઝ પ્લાસ્ટિક પર 1 જુલાઈથી પ્રતિબંધ મૂકયો હતો તેમ છતાં ઘણા વેપારીઓ સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ કરી રહ્યા છે જેથી વાપી જીપીસીબી દ્વારા બુધવારનાં રોજ વાપીમાં 1026 કિલો પ્રતિબંધિત એસયુપી વસ્તુઓ અને 75 માઇક્રોનથી ઓછી પ્લાસ્ટિકની કેરી બેગ જપ્ત કરી રૂપિયા 30,500/-દંડ ફટકાર્યો હતો. જીપીસીબી વાપી, સીપીસીબી આરડી વડોદરા અને જીઆઈડીસી-વાપી દ્વારા પ્રતિબંધિત એસયુપી વસ્તુઓ અને 75 માઇક્રોનથી ઓછી પ્લાસ્ટિકની કેરી બેગ જપ્ત કરવા માટે સંયુક્ત અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.
જેમાં વાપી જીપીસીબીનાં RO અને સ્ટાફ, સીપીસીબીની ટીમ વાપીનાં પ્લાસ્ટિક બેગનું સપ્લાય કરતાં કેટલાક એકમોમાં ચકાસણી કરવામાં આવી હતી અને આ ચકાસણી કુલ 1026 કિલો પ્રતિબંધિત એસયુપી વસ્તુઓ અને 75 માઇક્રોનથી ઓછી પ્લાસ્ટિકની કેરી બેગ જપ્ત થઇ હતી. આ સાથે રૂપિયા 30,500/-નો દંડ વસુલવામાં આવ્યો હતો. જોકે જપ્ત કરાયેલી મુખ્ય પ્લાસ્ટિક એસયુપી 60 જીએસએમ કરતાં ઓછી ન વપરાયેલી બેગ છે.
વાપી અને દમણનાં ગ્રાહકોને સપ્લાય કરવામાં આવી રહી હતી. પ્લાસ્ટિક ઉદ્યોગનાં જથ્થાબંધ વિક્રેતાઓ સેલવાસ અને દમણ સ્થિત છે. બિન-વણાયેલા પ્લાસ્ટિકના ઉત્પાદકો સુરત અને રાજકોટના છે અને ઉત્પાદકોની વિગતો વધુ તપાસ માટે સુરત અને રાજકોટના RO, જીપીસીબીને જાણ કરવામાં આવી છે અને 75 માઈક્રોનથી ઓછી જાડાઈ ધરાવતી પ્લાસ્ટિક બેગ્સ પર પ્રતિબંધ મૂકાયો હોવા છતાં કેટલાક એકમો ઉત્પાદન કરી રહ્યાં છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500