દાદર નગર હવેલીનાં રખોલી ગામે પ્રેમી પંખીડાએ ઝાડની ડાળી સાથે ઓઢણી બાંધી ફાંસો ખાઇ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો, જેમાં પ્રેમિકાનું મોત થયું હતું. જ્યારે પ્રેમી યુવક બચી ગયો હતો. જેને સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, ખાનવેલ ગામનો પ્રેમી યુવક અને રખોલી ગામની યુવતી બંને એકબીજાનાં પ્રેમમાં હતાં. જેઓનાં પરિવાર એમની સગાઇ કરવાનાં હતાં.
પરંતુ બંને સગીર વયના હોવાને કારણે લગ્ન હાલમાં થઇ શકે એમ ન હતું. જેથી આ બંને પ્રેમી પંખીડાએ સાથે જ રખોલી ગામે જંગલ વિસ્તારમાં એક ઝાડ પર ઓઢણી બાંધી ફાંસો ખાઈને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. જેમાં યુવતીનું મોત થયું હતું, જ્યારે યુવક બચી ગયો હતો.
ઘટનાની જાણ થતા PSI અને તેમની ટીમ પહોચી હતી અને યુવતીની લાશનો કબ્જો લઇ પીએમ માટે સિવિલ હોસ્પિટલમાં લઇ જવામાં આવી હતી. જયારે યુવક બચી ગયો હતો તેને પ્રાથમિક સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. બનાવ અંગેની ફરિયાદ નોંધી વધુ તપાસ રખોલી પોલીસ કરી રહી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500