Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

તળાવનાં ખાડામાંથી દારૂનો જથ્થો ઝડપી પાડી પોલીસે અજાણ્યા ઈસમોને વોન્ટેડ જાહેર કર્યા

  • June 02, 2022 

વલસાડ તાલુકાની ડુંગરી પોલીસની ટીમ પેટ્રોલિંગ કરી રહી હતી. તે દરમિયાન પોલીસને છરવાડા ગામના ઝીંગાના તળાવના ખાડામાંથી 336 બોટલ દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. આમ, ડુંગરી પોલીસે કુલ રૂપિયા 27 હજારનો દારૂનો જથ્થો કબ્જે કરી આગળની તપાસ હાથ ધરી હતી. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, વલસાડ તાલુકાની ડુંગરી પોલીસની ટીમ પોલીસ મથક હદ વિસ્તારમાં પ્રોહીબિશન ડ્રાઇવ અંતર્ગત પેટ્રોલિંગ કરી રહી હતી.




તે સમયે ગામના ઝીંગા તળાવના ખાડામાં 2 ઈસમો અંધારામાં કંઈક ગેરકાયદેસર પ્રવૃત્તિ કરી રહ્યા હોવાની શંકા જતા ચેક કરવા જતાં 2 ઈસમો અંધારાનો લાભ લઇ ભાગી છૂટ્યા હતા. ડુંગરી પોલીસે ઘટના સ્થળે ચેક કરતાં કુલ 336 બોટલ દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. જયારે દારૂના વ્યવસાય સાથે સંકળાયેલા ઈસમો મળી ન આવતા ડુંગરી પોલીસે અજાણ્યા ઈસમોને વોન્ટેડ જાહેર કર્યા હતા. ડુંગરી પોલીસે અજાણ્યા ઈસમ સામે પોલીસ મથકે ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application