ધરમપુર કાંગવી ફાટક પાસે આવેલી ત્રણ દુકાનમાં ચોરીનો બનાવ સામે આવ્યો છે. જેમાં તસ્કરો રોકડ અને માલ સામાન લઇ ફરાર થઈ ગયા હતા. મળતી માહિતી મુજબ, ધરમપુરના કરંજવેરી પુલ કાંગવી ફાટક પાસે સદગુરુ કૃપા ટેલિકોમ એન્ડ સ્ટેશનરી નામની દુકાન ચલાવતા લુહેરી સિંધા ફળીયાના સંદીપભાઈ નરેશભાઈ સિંધા તેમની દુકાનમાં ચોરી થયાની જાણ થતા દુકાન પર આવી જોતા તસ્કરો બારીની ગ્રીલ તોડી દુકાનમાંથી રોકડ રૂપિયા 25,000/-ની કિંમતનું લેપટોપ તથા Mi 360 કેમેરો, JBL કંપનીનો હેડફોન ચોરી ગયા હતા.
જયારે બાજુની હરીશ ધીરુભાઈ પટેલેની ચા’ની દુકાનમાંથી વિમલ 10 પેકેટ, સિગારેટ તથા ગલ્લામાં મુકેલા પરચુરણ આશરે 1000/-ની ચોરી થઈ હોવાનું જણાવ્યુ હતું. તેની બાજુની કરશનભાઈની અન્ય એગ્રોની દુકાનની પણ પાછળની બારીની ગ્રીલ તોડી કબાટમાં મુકેલા રોકડા રૂપિયા 20,000/-ની ચોરી થયાનું જણાયું હતું. જેથી સંદીપ ધાએ કરંજવેરી પુલ પાસે કાંગવી ફાટક પાસે આવેલી દુકાનોમાંથી ગત તા.25/06/2023ના રાતના 8.30 26/06/2023ના સવારે 5.30 વાગ્યાના સુમારે કુલ રૂપિયા 56,000/- ચોરીની ફરિયાદ અજાણ્યા ચોર ઈસમ સામે નોંધાવી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500