Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

Complaint : રેલવે લાઈનનાં તારની ચોરી થતાં અજાણ્યા તસ્કરો સામે પોલીસ ફરિયાદ

  • March 03, 2023 

વાપી જે-ટાઇપ રોડ ખાતે રેલવે લાઇનનાં થાંભલાના ભાગે બનતી નવી ગુડ્સ રેલવે લાઇન ઉપરનાં કોન્ટેક કોપર તાર અને કેટનરી કોપર તાર મળી કુલ રૂપિયા 1,83,000/-નો મુદ્દામાલ કોઇ સાધન વડે કાપી ચોરી કરી લઇ જનાર આરોપી સામે પોલીસમાં ફરિયાદ નોંધાવાઇ છે. મળતી માહિતી મુજબ, વાપી કસ્ટમ રોડ ખાતે રહેતા અને મુંબઇ ખાતે આવેલ ઓલમ્પીક સિક્યુરિટી સોલ્યુસન પ્રા.લિ. કંપનીમાં એરીયા મેનેજર તરીકે નોકરી કરતા અરવિંદ નામવરસિંહ ચૌહાણએ બુધવારે વાપી GIDC પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા જણાવેલ કે, 13 ફેબ્રુઆરીના રોજ તેઓ સિક્યુરિટી ગાર્ડ સાથે રેલવે લાઇન પર ચેકિંગ કરવા માટે નીકળ્યા હતા.







તે સમયે બલીઠા ફાટકથી વલસાડ તરફ નીકળતા રાત્રિના સાડા નવ વાગે પારડી બ્રીજ પાસે પહોંચતા એક ગાર્ડએ ફોન કરી જણાવેલ કે, વાપી સ્ટેશન તરફના નાળાની પાસે જે-ટાઇપ હનુમાન મંદિરની પાસે નવી બનતી ગુડ્સ રેલવે લાઇનના પોલ ઉપર અજાણ્યા ઇસમો ચઢેલ છે. જેથી સવારે સ્થળ ઉપર ચેક કરતા ત્યાંથી કોન્ટેક કોપર તાર 85 મીટર જેની કિંમત રૂપિયા 87,000/- તથા કેટનરી કોપર તાર 82 મીટર જેની કિંમત રૂપિયા 96,000/- મળી કુલ રૂપિયા 1,83,000/-નાં મુદ્દામાલની ચોરી થયા હોવાની જાણ થઇ હતી. બનાવ અંગે પોલીસે અજાણ્યા ઇસમો સામે ચોરીનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application