Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

જૂની અદાવત રાખી યુવક ઉપર હુમલો કરતાં ત્રણ સામે પોલીસ ફરિયાદ

  • June 10, 2022 

વાપી નજીક નાની તંબાડીમાં જૂની અદાવતમાં યુવકના માથા ઉપર દાંતરડાથી હુમલો કરાયો હતો. જેમાં વચ્ચે પડેલી તેની માતાને પણ ધક્કો મારી જાનથી મારી નાખવાની ધમકી આપતા બનાવ અંગે ડુંગરા પોલીસ મથકમાં ત્રણ ઇસમો સામે પોલીસ ફરિયાદ નોંધાવાઇ હતી. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, વાપી નજીક નાની તંબાડી ખાતે ભાટડા ફળિયામાં રહેતા સંજય ધીરૂભાઇ પટેલ ગત  તા.07નાં રોજ બનેવીની દાદરા ખાતે આવેલ કરિયાણાની દુકાનથી પરત ઘરે આવ્યા હતા.



તે સમયે ફળિયામાં મુકેલ બાકડા પાસે મિત્રો સાથે બેસી જમવા માટે ઘરે જતી વખતે મયુર વિકેશ પટેલ બાઇક લઇને તેની પાસે આવ્યો હતો અને આપણી જુની અદાવતના કારણે તમારે મને મારવો હોય તો મારી લો કહેતા સંજયે તેને જણાવેલ કે, આપણી વચ્ચે કોઇ ઝઘડો નથી તેમજ ઘરે પહોંચતા સંજયે જોયેલ કે, મયુર ત્યાં તેની ગાડી જોર જોરમાં રેસ કરી રહ્યો હતો અને માતા મમ્મી દેવીબેનને ગમેતેમ અપશબ્દો બોલી ગાળો આપી રહ્યો હતો.



તે દરમિયાન વિકેશ છોટુ પટેલ અને મેહુલ ચંદુ પટેલ પણ ત્યાં આવી ગાળો આપવા લાગતા ના પાડી હતી. પરંતુ મયુરે સંજયને દાંતરડાથી માથાના ભાગે માર મારતા તે લોહીલુહાણ થઇ ગયો હતો. ત્યારબાદ વચ્ચે છોડાવવા પડેલી માતાને પણ ધક્કો મારી પાડી દેતા આજુબાજુનાં લોકો ત્યાં દોડી આવ્યા હતા. જાનથી મારી નાખવાની ધમકી આપી ફરાર થયેલા ત્રણેય ઇસમ સામે ડુંગરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application