વાપી પોલીસની ટીમ કબ્રસ્તાન રોડ ઉપર વાહન ચેકીંગ કરી રહી હતી. જે દરમિયાન બલીઠા તરફથી આવતી એક બાઇકને અટકાવી ચેક કરતા બાઈકનો ચાલક ચાવી વગર બાઈક ચલાવતો હોવાથી પોલીસ જવાનોને બાઈક ચાલક ઉપર શંકા જતા તેની પ્રાથમિક પૂછપરછ કરતા બાઈક ચોરી કરી લાવ્યો હોવાની કબૂલાત કરતા વાપી પોલીસે એક બાઈક ચોરીનાં ગુનામાં આરોપીની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી હતી.
સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, વાપી ટાઉન પોલીસની ટીમ કબ્રસ્તાન રોડ ઉપર વાહન ચેકીંગની કામગીરી કરી રહી હતી. તે દરમિયાન બલીઠા તરફથી આવતી એક બાઈક નંબર GJ/15/DR/5992 લઇ આવતા બાઈક ચાલકને અટકાવી પોલીસે તપાસ હાથ ધરી હતી. જેમાં બાઈક ચેક કરતા બાઇકમાં ચાવી લગાવેલ નહી હોઇ અને ડાયરેક્ટ કરેલ હોઇ જેથી બાઈક ચાલક પાસેથી ડ્રાઈવીંગ લાયસન્સ માંગ્યું હતું.
જોકે બાઈક ચાલક પાસે લાયસન્સ અને બાઇકને કાગળો મળ્યા ન હતા અને બાઈક ચાલક નરેશભાઇ વિનોદભાઇ પુરબીયા હોવાનું જણાવ્યું હતું. યુવક પાસે મળેલી બાઈક નંબર GJ/15/DR/5992 પોકેટ કોપ એપ્લીકેશનમાં ચેક કરતા વાહન માલિક તરીકે અમનકુમાર અરૂણકુમાર ગુપ્તા (રહે.ભાગલ ફળીયા, વલસાડ) નાની બાઈક 25 દિવસ ચોરાઈ હોવાનું જાણવા મળ્યું હતું. જોકે આ આરોપીએ બલીઠા ગાયત્રી કોમ્પલેક્ષનાં પાર્કિંગમાંથી બાઈક ચોરી કરી હોવાનું જાણવા મળ્યું હતું. બનાવ અંગે વાપી ટાઉન પોલીસે બાઈક ચોરીનાં ગુનામાં આરોપીની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500