વાપીમાં પાર્ક કરેલી એક કારમાં અચાનક આગ લાગતાં માર્ગ પર પસાર થતા વાહન ચાલકોમાં ભય સાથે ગભરાટનો માહોલ ઉત્પન્ન થયો હતો. જોકે, વાપી નગરપાલિકાની ફાયરની ટીમે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગણતરીની મિનિટોમાં પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો.
બનાવની વિગત એવી છે કે, આજરોજ વાપીનાં કોપરલી ચાર રસ્તા પાસે PWD સર્કિટ હાઉસ નજીક એક મારૂતિ વાન નંબર GJ/15/CA/4469માં અચાનક જ આગ લાગી હતી. જેથી ફાયર વિભાગની એક ટીમ ફાયર ટેન્ડર સાથે ઘટના સ્થળે પહોંચી હતી. જોકે જોતજોતામાં વાનમાં ભીષણ આગ લાગી હોય તેની જ્વાળાઓ લબકારા મારતી હતી. જેના પર તાત્કાલિક પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. આ ઘટનામાં કારમાં આગ લાગી તે પહેલા જ કાર ચાલક કાર પાર્ક કરીને બહાર નીકળી ગયો હતો.
જેથી મોટી જાનહાનિ ટળી હતી. જયારે આગ લાગવાનું કારણ જાણી શકાયું નથી. વનમાં CNG કીટ હોય CNGમાં સ્પાર્ક થવાથી આગ લાગી હોવાનું પ્રાથમિક તારણ રજૂ કરવામાં આવ્યું હતું. જયારે કોપરલી ચાર રસ્તા પાસે પાર્ક કરેલી કારમાં અચાનક આગ લાગતા માર્ગ પર પસાર થતા વાહન ચાલકોમાં ભય સાથે ગભરાટનો માહોલ ઉત્પન્ન થયો હતો. જોકે આગ પર કાબુ મેળવતા મોટી જાનહાની ટળતા લોકોએ રાહતનો સ્વાસ લીધો હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500