Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

Accident : ટ્રક અને ટેમ્પો વચ્ચે અકસ્માત સર્જાતાં એક ઘાયલ

  • May 03, 2022 

દાદરા નગર હવેલીના દપાડા ગામે સાતમાલીયા ડિયર પાર્ક નજીક ટેમ્પો અને ટ્રક સામસામે ટકરાયા હતા જેમા ટેમ્પો ચાલાક ગંભીર રીતે ઘાયલ થતા સારવાર અર્થે સિવિલ હોસ્પીટલમા ખસેડવામાં આવ્યા હતા. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, ખાનવેલ તરફ એક ટેમ્પો નંબર ડીએન/09/જી/9881 પસાર થઈ રહ્યો હતો.



તે દરમિયાન સામેથી આવતી ટ્રક અચાનક ટેમ્પો સાથે ટકરાતા ટેમ્પોના આગળનો ભાગ એકદમ ચબદાઈ ગયો હતો જેના કારણે ટેમ્પોનો ચાલક રાકેશ મોર્યાં (ઉ.વ.31) નાને ગંભીર ઇજા થઇ હતી. જયારે ઘટનાની જાણ થતા પોલીસની ટીમ પણ સ્થળ ઉપર આવી પહોંચી હતી. જયારે ઘાયલ ટેમ્પો ચાલકને 108ની મદદથી સારવાર અર્થે સિવિલ હોસ્પીટલમા ખસેડવામાં આવ્યા હતા. બનાવ અંગે પોલીસે ટેમ્પો અને ટ્રકનો કબ્જો લઇ અને ટ્રક ચાલકને ઝડપી પાડી ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application