પારડી નેશનલ હાઇવે ઉપરથી કારમાં દારૂનાં જથ્થાને ભરી વડોદરા લઈ જનાર એકને પોલીસે ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી હતી. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, સુરત પ્રોહિબીશન ડ્રાઇવ ટીમેને બાતમી મળી હતી કે, કાર નંબર GJ/24/AA5541માં દારૂનો જથ્થો ભરી એક ઈસમ પસાર થનાર છે જે બાતમીના આધારે પોલીસ સ્ટાફનાં માણસો પારડી નેશનલ હાઇવે પરનાં વલ્લભ આશ્રમ સામે વોચ ઉભા હતા.
તે સમયે બાતમી વાળી કારને અટકાવી તપાસ કરતા અંદરથી વિદેશી દારૂની અલગ અલગ બ્રાંડની 168 બોટલો મળી આવી હતી જેની કિંમત રૂપિયા 1,39,200/-નો મુદ્દામાલ મળી અઆવ્યો હતો. ત્યારબાદ કાર ચાલક પ્રકાશ નટવરલાલ પંચાલ (ઉ.વ.41, રહે.વડોદરા, સમા સાવલી રોડ પ્રીત પાર્ટી પ્લોટ વૃંદાવન ડૂપ્લેક્ષ) નાની ધરપકડ કરી દારૂ અને કાર મળી કુલ રૂપિયા 6,44,200/-નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
જયારે ઝડપાયેલા ચાલકની પૂછપરછ કરતા તે આ દારૂ સેલવાસથી રાકેશ નામના ઇસમે ભરાવી આપ્યો હોવાનું અને વડોદરા એલ.એન્ડ, ટી કંપની પાછળ જોન્ટી માલીએ મંગાવ્યો હોવાનું જણાવતા પોલીસે ગુમના સામેલ બંનેને વોન્ટેડ જાહેર કર્યા હતા. જયારે ઝડપાયેલા ચાલક પ્રકાશ સાથે દારૂ તેમજ કારનો કબ્જો પારડી પોલીસને સોપતા પારડી પોલીસે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500