Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વલસાડ-સરોણ હાઇવે ઉપર ડમ્પર અને પીકઅપ વચ્ચે સર્જાયેલ ગંભીર અકસ્માતમાં એકનું ઘટના સ્થળે મોત

  • July 15, 2023 

વલસાડ સરોણ હાઇવે ઉપર પાર્ક કરેલ એક ડમ્પર ચાલકે રોડની સાઈડ ઉપર પાર્ક કરી હતી. વાપી તરફ જતાં એક પીકઅપ ચાલકે પુરઝડપે પીકઅપ લાવીને ધડાકા સાથે ટકરાવી અકસ્માત સર્જ્યો હતો. જોકે આ અકસ્માત થતા તાત્કાલિક સ્થાનિક લોકોએ 108 અને વલસાડ રૂરલ પોલીસને જાણ કરી હતી. જયારે પીકઅપમાં સવાર 3 પૈકી એકનું ઘટના સ્થળે મોત થયું હતું. જ્યાં 2 ઇજાગ્રસ્તોને 108 મારફતે વલસાડ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડયા હતા.



મળતી માહિતી મુજબ, વલસાડ સરોણ હાઇવે ઉપર પાર્ક કરેલા એક ડમ્પર ચાલકે કોઈ કારણોસર ડમફર રોડની સાઈડ ઉપર પાર્ક કરી હતી. જેથી સુરતથી વાપી તરફ જતો એક બોલેરો પીકઅપ નંબર GJ/05/CU/7876નાં ચાલકે પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી ઉભેલા ડમ્પર સાથે ધડાકાભેર ટકરાઈ અકસ્માત સર્જ્યો હતો. અકસ્માત થતાં અજુબાજુમાંથી સ્થાનિક લોકો અને રાહદારીઓ તાત્કાલિક ઇજાગ્રસ્તોની મદદે દોડી આવ્યા હતા. અકસ્માતને લઈને સ્થાનિક લોકોએ તાત્કાલિક 108 અને વલસાડ રૂરલ પોલીસને ઘટનાની જાણ કરી હતી.



વલસાડ રૂરલ પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. જોકે 108ની ટીમે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી 2 ઇજાગ્રસ્ત યુવકોને તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડયા હતા. પીકઅપમાં સવાર એકનું ઘટના સ્થળે મોત થયું હતું. મૃતકની લાશને સાગર પટેલ અને આકાશ પટેલની મદદ લઈ પીકઅપમાં મૃતક સરફરાઝભાઈની લાશનું પી.એમ. માટે ખસેડયા હતા. પીકઅપ ટેમ્પોમાં મળેલા રોકડા રૂપિયા બંને એમ્બ્યુલન્સ ચાલકોએ લઈને પોલીસને સોંપી તેમની ઉમદા ફરજ અદા કરી હતી. ઘટના અંગે રૂરલ પોલીસે ઘટના સ્થળની પ્રાથમિક તપાસ હાથ ધરી આગળની તપાસ હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application