વલસાડમા પારડીના પંચલાઈ ગામે માર્ગ પર પડેલા ખાડાને લઇ સર્જાયેલા અકસ્માતમાં વાન ચાલકનું ગંભીર ઇજાને લઇ મોત નીપજ્યું હતું જ્યારે વાનમાં સવાર બે વ્યકિતને ઇજા થઇ હતી. મળતી માહિતી અનુસાર, પારડી નાશિક રોડ પર પંચલાઈ સાંઈ મંદિર પાસે માર્ગ પર પડેલા ખાડાના કારણે ગતરોજ નાનાપોંઢા તરફ જતી વાન નંબર GJ/15/K/6134 અને પારડી તરફ આવતો ટેમ્પો નંબર GJ/15/YY/6826 સામ સામે અથડાતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો.
જયારે અકસ્માતનો અવાજ સાંભળી આજુબાજુના લોકો દોડી આવ્યા હતા અને વાન ચાલક ભીખુભાઈ મિથલભાઈ પટેલ (રહે. પારડી નીમખલગામ ભગત ફળિયા) બાજુમાં બેસેલા ભીખુ ઉર્ફે શૈલેષ અમ્રત પટેલ (રહે.પારડી મોટાવાઘછીપા, મોતી હીરા ફળિયા)ને ગંભીર ઇજા થતા ભીખુભાઈ પટેલનું ઘટના સ્થળે મોત નીપજયું હતું જ્યારે શૈલેષ પટેલને સારવાર માટે એમ્બ્યુલન્સ મારફતે ધરમપુર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જેમની હાલત પણ નાજુક હોવાનું જાણવા મળ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application