કપરાડા તાલુકામાં 586 કરોડ અસ્ટોલ જૂથ પાણી પુરવઠા યોજનામાં મજૂરી કામ કરવા સુથારપાડાથી પીપલસેત સાતીમાળ ફળિયામાં પાઇપ લાઇનનું કામ કરવા ગયેલા ત્રણ ઈસમો પીપલસેત કરંજપાડા ફળીયામાં બાઇક ઉપર ત્રણ સવારને અકસ્માત સર્જતાં ત્રણ પૈકી એકનું મોત થયું હતું. જયારે બે ઈસમોને ઇજા પહોંચી હતી. બનાવની વિગત એવી છે કે, કપરાડા તાલુકાના પીપલસેત ગામના કરંજપાડા ફળીયામાં અસ્ટોલ જૂથમાં મજૂરી કામ કરવા ગયેલા મનોજ મનેસવરા પોતાની બાઇક ગફલત ભરી હંકારી લાવી ભયાનક વળાંક રસ્તા ઉપરથી ખાઈમાં બાઈક ઉતારી દીધી હતી.
જેમાં ઘોટણ ગામના ઉમદા ફળીયામાં રહેતા કાળુભાઈ ગોપાળભાઈ વાઘમાંર્યા (ઉ.વ.43) તથા વસંત રઘુ ગંભાણી ત્રણે ખાઈમાં પડતા કાળુભાઈને માથામાં ગંભીર ઈજા પહોંચતા લોહીલુહાન થઈ ગયા હતા, જ્યારે મનોજ મને સવરાને માથાના ભાગે થતા હાથના ભાગે ઈજા પહોંચી હતી.
જોકે, આ ઘટના સ્થળે દોડી આવેલા લોકોએ ત્રણે ઈસમને 108ની મદદથી સુથારપાડા સીએચસીમાં સારવાર લીધી હતી. પરંતુ ત્યાં ફરજ ઉપર હાજર ડોક્ટરએ કાળુભાઈ ગોપાળભાઈને ગંભીર ઈજા પહોંચી હોવાથી વધુ સારવાર અર્થે ધરમપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડવા જણાવ્યું હતું. પરંતુ કાળુભાઈની હાલત નાજુક થતી જતી હતી એટલે કપરાડા સીએચસીમાં ખસેડયા હતા. પરંતુ ફરજ ઉપરના તબીબે કાળુભાઈને મૃત જાહેર કર્યા હતા.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500