વ્યારાથી વાપી જઈ રહેલા મોપેડ ચાલકને વલસાડ હાઇવે ઉપર અજાણ્યા ટ્રક ચાલકે અડફેટે લેતા અકસ્માત થયો હતો. જોકે તાત્કાલિક સ્થાનિક લોકો અને રાહદારીઓ ઘટના સ્થળે દોડી આવી 108 અને પોલીસની ટીમને ઘટનાની જાણ કરી હતી. જયારે આ અકસ્માતમાં મોપડે ચાલક યુવકનું ઘટના સ્થળે જ મોત થયું હતું.
તેમજ અન્ય યુવકને ઈજા પહોંચતા તેને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. જોકે પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. મળતી માહિતી અનુસાર, વ્યારાથી શંકર ગાવીત અને તેનો મિત્ર પ્રફુલ રતિલાલ ગાવીતને વલસાડ જિલ્લાના વાપીની કોઈ કંપનીમાં નોકરી મળતા બંને મિત્રો વાપી રહેવા માટે રૂમ શોધવા મોપેડ નંબર GJ/26/Q/8323 લઈને વાપી જઈ રહ્યા હતા.
તે દરમિયાન વલસાડ હાઇવે ઉપર પારનેરા નજીક ચંદ્રમોલેશ્વર મંદિર પાસે વાંકી નદીનાં બ્રિજ ઉપર કોઈ અજાણ્યા ટ્રક ચાલકે ગફલતભરી ટ્રક હંકારી લાવી શંકર ગાવીતની મોપેડને અડફેટે લેતા અકસ્માત થયો હતો જેથી બંને યુવકોને ગંભીર ઈજા પહોંચી હતી. અકસ્માત સર્જી ટ્રક ચાલક વાહન સાથે ફરાર થઇ ગયો હતો. ઘટનાની જાણ સ્થાનિક લોકો અને રાહદારીઓને થતાં તાત્કાલિક 108 અને વલસાડ સીટી પોલીસની ટીમને જાણ કરી હતી.
જોકે વલસાડની 108ની ટીમે તાત્કાલિક ઇજાગ્રસ્ત પ્રફુલ રતિલાલ ગામીતને સારવાર માટે વલસાડ સિવિલ હોસ્પિટલ ખસેડયો હતો. જોકે, મોપેડ ચાલક શંકર ગામીતનું ઘટના સ્થળે મોત થયું હતું. બનાવ અંગે વલસાડ સીટી પોલીસે લાશનો કબ્જો મેળવી તેમજ આજુબાજુનાં ખાનગી તથા સરકારી CCTV ફૂટેજ મેળવી આગળની તપાસ હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500