વલસાડનાં બગવાડ ટોલનાકા પાસેથી પોલીસે એક ગાડીમાં બનાવેલા ચોર ખાનામાંથી 108 બોટલ દારૂનો જથ્થો ઝડપી પાડી ચાલકની ધરપકડ કરી 2ને વોન્ટેડ જાહેર કર્યા હતા. આમ, પોલીસે 108 બોટલ દારૂનો જથ્થો અને કેમ્પર ગાડી મળી કુલ 3.73 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. તેમજ દારૂનો જથ્થો ભરાવી આપનાર અને એક નંબર વગરની કારનાં ઇસમને વોન્ટેડ જાહેર કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
મળતી માહિતી મુજબ, વલસાડ જિલ્લામાં પ્રહીબિશનની પ્રવૃતિઓ ઉપર અંકુશ લાવવા અને દિવાળીનાં તહેવારોને ધ્યાને રાખીને જિલ્લામાં ગેરકાયદેસર થતી પ્રવૃત્તિઓ ઉપર અંકુશ લાવવા વલસાડ LCBની ટીમ પારડી પોલીસ મથક હદ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી. તે દરમિયાન પોલીસને સેલવાસથી ગાડી નંબર GJ/02/BH/0705માં બનાવેલા ચોર ખાનમાં વિપુલ પ્રમાણમાં દારૂનો જથ્થો સંતાડી ગાડી ચાલક સુરત તરફ જઈ રહ્યો હોવાની બાતમી મળી હતી.
જે બાતમીનાં આધારે LCBની ટીમે બગવાડ ટોલ નાકા પાસે વોચ ગોઠવી હતી. ત્યારે ગાડી આવતા તેને અટકાવી ચેક કરતા કેમ્પર વાહનમાં પાછળ બનાવેલા ચોર ખાનામાંથી 108 બોટલ દારૂનો જથ્થો મળી આવ્યો હતો. ત્યારબાદ પોલીસે વાહન ચાલક જગદીશ મોટારામ બીશ્નોઈને ઝડપી પાડી આરોપીની પ્રાથમિક પૂછપરછ કરતા સેલવાસ ખાતે રહેતા પન્ડુ બીશ્નોઈ નામના ઇસમે દારૂનો જથ્થો ભરાવી નંબર વગરની i10 કારની પાછળ જાવા જણાવ્યું હતું.
જોકે પોલીસની ટીમે નંબર વગરની કારમાં પાયલોટિંગ કરનાર ઇસમને અને દારૂનો જથ્થો ભરાવી આપનાર એમ 2 ઇસમોને વોન્ટેડ જાહેર કર્યા હતા. આમ, પોલીસે કેમ્પર વાહન, દારૂની 108 બોટલ અને મોબાઈલ મળી કુલ રૂપિયા 3.74 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. બનાવ અંગે પારડી પોલીસ મથકે ગુનો નોંધી આગળની તપાસ વલસાડ રૂરલ પોલીસને સોંપવામાં આવી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500