વલસાડનાં હાઈવે ઉપરથી હૈદ્રાબાદથી રાજસ્થાન તરફ કાર જનાર એક કારમાં વિપુલ પ્રમાણમાં ગાંજાનો જથ્થો લઈને જઈ રહ્યો હતો. તે બાતમીનાં આધારે વલસાડ રૂલર પોલીસની ટીમે બાતમીવાળી કાર આવતા જોઈ કારને રોકવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ કાર ચાલકે પકડાઈ જવાની બીકે કારને રાજસ્થાન તરફ આગળ હંકારી ગયો હતો. જોકે ગાંજો લઈને જતી કારનો ફિલ્મી ઢબે પીછો કરીને ડુંગરી હાઇવે ઉપર કારમાંથી 178 કિલો ગાંજાના જથ્થા સાથે કારમાં સવાર એક ઇસમને ઝડપી આગળની તપાસ હાથ ધરી હતી.
સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, વલસાડ રૂલર પોલીસની ટીમને મળેલી બાતમીના આધારે હૈદરાબાદથી એક કાર નંબર RJ/30/CA/7070માં વિપુલ પ્રમાણમાં ગાંજાનો જથ્થો ભરી કારનો ચાલક રાજસ્થાન તરફ મુંબઈ થઈ, ભીલાડ થઈ, રાજસ્થાન તરફ જવાનો હોવાની બાતમી મળી હતી. જે મળેલ બાતમીનાં આધારે રૂલર પોલીસ સ્ટાફનાં માણસો રૂલર પોલીસ મથક હદ વિસ્તારમાં વોચમાં ઉભા હતા. તે દરમિયાન બાતમી વાળી કાર આવતા હાઈવે ઉપર ટ્રાફિક જામ કરી કારને અટકાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ કારના ચાલકે પોલીસની નાકાબંધી જોઈ પકડાઈ જવાની બીકે કારને રાજસ્થાન તરફ હંકારી મૂકી હતી.
જોકે ડુંગરી પોલીસની ટીમે બાતમી વાળી કારનો ફિલ્મીઢબે પીછો કર્યો હતો અને બાલાજી કંપની પાસે આવેલા ખાડામાં કાર પડતા કાર બંધ થઈ ગઈ હતી અને કારનો ચાલક કાર મૂકી ફરાર થઇ ગયો હતો. આમ, પોલીસે કારમાં સવાર એક ઇસમને ઝડપી પાડ્યો હતો અને કારમાં તપાસ કારમાંથી 178 કિલો ગાંજાના જથ્થો ઝડપી પાડ્યો હતો.
તેમજ ગાંજાના જથ્થા સાથે રાજસ્થાનનાં રહેવાસી ગોવિંદ દેવીસિંહ રાજપૂતની અટકાયત કરી હતી. આમ પોલીસે 178 કિલો ગાંજાનો જથ્થો કાર અને મોબાઈલ મળી કુલ રૂપિયા 20 લાખનો મુદ્દામાલ કબ્જે કરી ડુંગરી પોલીસ મથકે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી. જયારે ભાગી છુટેલા કારનાં ચાલકને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500