વલસાડનાં હરીયા ગામનાં વેપારીનું પારડીથી ઉમરસાડી જતાં સમયે મોપેડ સ્લીપ થવાથી ગંભીર ઇજાનાં કારણે સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. મળતી માહિતી મુજબ, વલસાડનાં હરિયા ગામે વિઠ્ઠલ ફળિયામાં રહેતા સુરેન્દ્રભાઈ રામનગીન યાદવ (ઉ.વ.47)નાં રોજ શુક્રવારે પારડી કેરી માર્કેટમાં કામ અર્થે આવ્યા હતાં. ત્યાંથી તેઓ મોડી રાત્રે ઉમરસાડી માછીવાડ ખાતે આવેલી વાડીમાં સૂવા માટે એક્ટિવા મોપેડ નંબર GJ/21/BQ/7050 સવાર થઈ નીકળ્યા હતા.
તે દરમિયાન મોપેડ પારડી બાલાખાડીનાં પુલ પર કર્મભૂમિ સોસાયટીની સામે સ્લીપ થઈ જતા સુરેન્દ્રભાઈને માથામાં ગંભીર ઇજા પહોંચી હતી. ઘટના સ્થળે એકત્ર થયેલા લોકોએ ગંભીર રીતે ઘાયલા સુરેન્દ્રભાઈને 108 મારફતે વલસાડ સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. ઘટના અંગે પારડી પોલીસે એડી નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી અને લાશને પીએમ માટે મોકલાવી આગળની તપાસ હાથ ધરાઇ હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application