વલસાડનાં પારડી તાલુકાનાં પરિયા ગામે બંધાળી ફળિયામાં રહી મજૂરી કામ કરતા મૂળ કપરાડાનાં પ્રેમી પંખીડાએ ઝાડની એક જ ડાળી પર ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લેતા પંથકમાં ચકચાર મચી જવા પામી છે. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, પરિયા ગામે બંધાળી ફળિયામાં પ્રકાશ પટેલનાં નવા ઘરનું બાંધકામ ચાલતું હોય જે ઘર બનાવવાના મજૂરી કામે કપરાડાના કેટલાક શ્રમિકો આવી રોકાયેલા છે. જેમાં નિતેશ તુલસીરામભાઈ વળવી (ઉ.વ.18., રહે.કપરાડા ખડકવાળ, પટેલ ફળિયા) અને ઉર્મિલા દિલીપભાઈ ભોયા (ઉ.વ.17.,રહે.કપરાડા, ખીરૂનીયા ફળિયું) પણ મજૂરી કામ કરી ત્યાં જ છેલ્લા 25 દિવસથી રહેતા હતા. જયારે બંને વચ્ચે પ્રેમ સંબંધ હોય તેઓના વતન અગાઉ પંચની સંમતીથી બંને સાથે રહેતા હતા. જોકે ગુરૂવારે બપોરે બ્રેકમાં તેઓ પ્રવીણભાઈના ઘર નજીક ખેતર તરફ ગયા હતા, જ્યાં એક બોરડીનાં ઝાડની એક જ ડાળી બંનેએ કોઇ કારણસર ઓઢણી વડે ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. ઘટના અંગે પારડી પોલીસને જાણ થતાં પોલીસે સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application