સરીગામ કે.ડી.બી.હાઇસ્કુલ નજીક નહેર પાસે ઝઘડાની જૂની અદાવતમાં ઉભી કારને ટક્કર મારી કાર ચાલક પર ચાર ઈસમોએ બેઝ બોલ સ્ટ્રિક અને સળીયાથી હુમલો કરી પગ ભાંગી નાખ્યો હતો. ભીલાડ અનમોલ નગમાં સાઈ કોમ્પલેક્ષમાં રહેતો સલીમ હુસેન શેખ અને તેનો મિત્ર આકાશ સુરેશ ઠાકુર (રહે. કરજગામ) સંબધીને લઈ સરીગામ ચિત્રકૂટ ઘરે મૂકી હતી. બનાવની વિગત એવી છે કે, કે.ડી.બી.હાઇસ્કુલ નજીક નહેર પાસે સલીમે તેની કાર ઉભી રાખી હતી.
જોકે મિત્ર આકાશ ઠાકુર ચા લેવા ગયો ત્યારે પાછળથી આવેલી સફેદના ચાલકે સલીમની કારને ટક્કર મારતા સલીમ નીચે ઉતર્યો જે સાથે સફેદ કારમાંથી જૈનીત ડાહ્યા મિસ્ત્રી (રહે. સરીગામ, ત્રણ રસ્તા), નીયાજ ચાંદ મોહમ્મદ મણીહાર (રહે.વાપી) અને મેરાજ ઉર્ફે ગુડું કુદરત ખાન (રહે.સરવૈયા નગર,વાપી) નીચે ઉતરી સલીમને ગાળો આપી બેઝ સ્ટીકથી ફટકો માર્યો હતો જોકે સલીમ બચવા માટે નહેર તરફ ભાગવા જતા નિયાઝ, મેહરાજ તથા અન્ય એક ઈસમે પાઇપથી હુમલો કરી ચારેય ઈસમો ભાગી ગયા હતા.
જયારે ગંભીર ઈજા પામેલા સલીમને 108માં હોસ્પિટલ ખસેડાયો હતો તેમજ સલીમ અને જૈનીત મિસ્ત્રી વચ્ચે સરીગામ બાયપાસ માર્ગ પર તારીખ 23 જુલાઇ 22એ ઝઘડો થયો હતો. જેની અદાવતમાં હુમલો થયો હોવાનું માનવામાં આવે છે. બનાવ અંગે સલીમનાં મિત્ર આકશે ભીલાડ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500