Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

Bail Denied : ગ્રામ પંચાયતનાં ડેપ્યુટી સરપંચે લાંચ કેસમાં કરેલ જામીન નામંજૂર કરાઈ

  • October 18, 2022 

વલસાડ જિલ્લાનાં સોળસુંબા ગ્રામ પંચાયત વિસ્તારમાં એક અરજદારે પોતાની જમીનમાં મકાન બાંધવા અને દુકાનો બનાવવા માટે બાંધકામની જરૂરી પરમિશન માંગી હતી. તે અરજી ઉપર પંચાયતના ડેપ્યુટી સરપંચે બાંધકામની મંજૂરી અને પંચાયતનાં ઠરાવ આપવા માટે રૂપિયા 15 લાખની માંગણી કરી હતી. જેથી અરજદારે ACBની હેલ્પલાઇન ઉપર ફરિયાદ નોંધાવતા સુરત ACBની ટીમે લાંચનું છટકું ગોઠવી પંચાયતના ડેપ્યુટી સરપંચનાં કહેવા મુજબ પંચાયતના હંગામી ક્લાર્કે લાંચની રકમ સ્વીકારી હતી. તેમજ ACBની ટીમે ડેપ્યુટી સરપંચ અને હંગામી ક્લાર્કની ધરપકડ કરી હતી.




તે કેસમાં રિમાન્ડ પુરા થતા આરોપી ડેપ્યુટી સરપંચે જેલમાંથી મુક્ત થવા વાપીની સ્પેશ્યલ કોર્ટમાં જામીન અરજી રજુ કરી હતી. તે અરજી ઉપર DGP અનિલ ત્રિપાઠીની દલીલોને ગ્રાહ્ય રાખીને વાપીની સ્પેશ્યલ કોર્ટના જજ ધર્મેન્દ્ર સિંઘે આરોપીની જામીન અરજી નામંજૂર કરતો હુકમ કર્યો હતો. મળતી માહિતી મુજબ, વલસાડ જિલ્લાના સોળસુંબા ગામમાં જમીન માલિકે તની જમીનમાં રહેણાંક મકાન અને વાણિજ્ય હેતું માટે દુકાન બનાવવાની હોવાથી ગ્રામ પંચાયત બાંધકામની પરવાનગી અને ઠરાવની નકલ માટે અરજી કરી હતી. જે અરજી ગ્રામ પંચાયતના ડેપ્યુટી સરપંચના હાથે લાગતા અરજદારને બોલાવી તેમની પાસેથી રૂપિયા 15 લાખની લાંચની માંગણી કરી હતી.




અરજદાર લાંચિયા ડેપ્યુટી સરપંચ અને હંગામી ક્લાર્કને લાંચ આપવા માંગતા ન હોવાથી ACBની હેલ્પલાઇન નંબર ઉપર સંપર્ક કરીને અધિકારીઓ અને ડેપ્યુટી સરપંચ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ફરીયાદીની વડીલોપાર્જિત બીનખેતીની જમીન ઉપર રહેણાંક મકાન તથા વાણિજય પ્રકારનું બાંધકામ કરવાનું હોય, જેથી સોળસુંબા ગામ પંચાયતમાંથી બાંધકામની મંજૂરી અને ઠરાવની જરૂરીયાત હોય, જે બાંધકામની મંજૂરી /ઠરાવ આપવાના અવેજ પેટે ગામના ડેપ્યુટી સરપંચે ગામના ડેપ્યુટી સરપંચે ફરીયાદી પાસેથી લાંચ પેટે રૂપિયા 15 લાખની ગેરકાયદેસર રીતે માંગણી કરેલ અને રકઝકના અંતે રૂપિયા 12 લાખ આપવાનું નક્કી થયેલ.




જે પૈકી પાર્ટ પેમેન્ટ તરીકે ફરીયાદી પાસે હાલ 3 લાખની વ્યવસ્થા થતા ફરીયાદીએ ડેપ્યુટી સરપંચ અમીતકુમાર મણીલાલ પટેલને હાલ આટલી સગવડ થયેલ હોવાની વાત કરેલ, જે ફરીયાદનાં આધારે સુરત ACBની ટીમે લાંચના છટકાનું આયોજન કરતા સોળસુંબા ગ્રામ પંચાયતના ડેપ્યુટી સરપંચ અમીતકુમાર મણીલાલ પટેલ અને પંચાયતના હંગામી ક્લાર્ક કૃષાંગ હિતેશભાઈ ચંદારાણાને રૂપિયા 3 લાખની લાંચ લેતા ઝડપી પાડયા હતા.


​​



બંને આરોપીનાં ACBની ટીમે રિમાન્ડ મેળવી તપાસ હાથ ધરી હતી. આરોપીઓના રિમાન્ડ પૂર્ણ થતાં જ્યૂડીશ્યલ કસ્ટડીમાં ખસેડવાનો આદેશ કર્યો હતો. જોકે વાપીની સ્પેશ્યલ કોર્ટમાં આરોપી ડેપ્યુટી સરપંચ અમિત પટેલે જેલમાંથી મુક્ત થતા જામીન અરજી રજૂ કરી હતી. જે અરજી ઉપર DGP અનિલ ત્રિપાઠીની દલીલોને ગ્રાહ્ય રાખીને વાપીની સ્પેશ્યલ કોર્ટના જજ ધર્મેન્દ્ર સિંઘે આરોપો અનિલ પટેલનાં જામીન અરજી નામંજૂર કરતો હુકમ કર્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application