Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

Accident : ઇકો અને પીકઅપ ટેમ્પો વચ્ચેનાં અકસ્માતમાં ચાર લોકો ઈજાગ્રસ્ત

  • August 20, 2023 

વલસાડનાં પારડી બાલદા નાનાપોંઢા રોડ ઇકો અને પીકઅપ ટેમ્પો વચ્ચે સામસામે ટક્કર થતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માત સર્જાતા ચાલક ટેમ્પો મૂકી ફરાર થયો હતો, બીજી તરફ ઇકો સવાર ચાર લોકોને નાની મોટી ઇજા સાથે બચાવ થવા પામ્યો હતો. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, પારડી તાલુકાનાં સુખેશ ગામે મકન ફળિયા ખાતે રહેતા રાજેશભાઈ ભગવાનજીભાઈ કો. પટેલ પોતાની ઇકો કાર નંબર DD/03/F/2423માં પંચલાય ખાતે રહેતા સુભાષભાઈ પટેલ, પ્રમોદભાઈ પટેલ અને સુખેશના ચેતન પટેલને લઈ ખડકી રેમન્ડ કંપની ખાતે આવવા નીકળ્યા હતા.



ત્યારે નાનાપોંઢા પારડી રોડ પર બાલદા L&T સાઇટ પાસે પૂરઝડપે હંકારી લાવેલા પીકઅપ ટેમ્પો નંબર RJ/05/GB/7871નાં ચાલકે ઇકો કારમાં સામેથી અથડાવી દેતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બંને વાહનોમાં આગળના ભાગે નુકસાન પહોંચ્યું હતું. જ્યારે ઇકો સવાર ચાર જેટલા લોકોને નાની મોટી ઇજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા. બીજી તરફ અકસ્માત બાદ પીકઅપ ટેમ્પો ચાલક ટેમ્પો મૂકી ઘટના સ્થળેથી ફરાર થતાં ઇકો ચાલકે પારડી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application