Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

દુધના ટેન્કરમાં વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો, ટેન્કર ચાલક અને પાયલોટિંગ કાર ચાલકને વોન્ટેડ જાહેર કરાયા

  • July 07, 2023 

વલસાડનાં ચણવઈ બ્રિજ પાસે સુરત તરફ જઈ રહેલા દુધના ટેન્કરને પોલીસે અટકાવવાનો ઈશારો કરતા ટેન્કર ચાલકે હંકાવી મુકતા રૂરલ પોલીસે ફિલ્મી ઢબે પીછો કરીને ટેન્કરને ઝડપી લીધું હતું ત્યારબાદ તેમાં તપાસ કરતા દૂધની આડમાં વિદેશી દારૂની હેરાફેરી થતી હોવાનું સામે આવ્યું હતું. જેથી પોલીસે વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, વલસાડ રૂરલ પોલીસની ટીમે પોલીસ મથક હદ વિસ્તારમાંથી દારૂનાં જથ્થા સાથે ટેન્કર ઝડપી પાડ્યું હતું. પોલીસના જવાનોને ટેન્કર નંબર MH/43/BG/1754માં સંઘપ્રદેશ દાદરા નગર હવેલીથી દૂધના ટેન્કરની આડમાં વિદેશી દારૂનો જથ્થો ભરીને વલસાડ હાઇવે ઉપરથી સુરત તરફ જઈ રહ્યો હોવાની બાતમી મળી હતી.



જે બાતમીના આધારે વલસાડ રૂરલ પોલીસની ટીમે ચણવઈ બ્રિજ પાસે બાતમીવાળા ટેન્કરની વોચમાં ઉભા હતા. જે દરમિયાન બતમીવાળું ટેન્કર આવતા તેને અટકાવવાનો ઈશારો કરતા ટેન્કર ચાલક અને પાયલોટિંગ કરતી કાર ચાલકે પકડાઈ જવાની બીકે પુરઝડપે સુરત તરફ ભાગ્ય હતા. જયારે સુગર ફેક્ટરી બ્રિજ નીચેથી યૂ-ટર્ન મારી મુંબઈ તરફ જતા રૂરલ પોલીસે ઝડપી પાડ્યો હતા. પોલીસની ટીમે ટેન્કરમાં ચેક કરતા ટેન્કરમાંથી દૂધની આડમાં લઈ જવાતો 1.28 લાખનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. આમ, પોલીસે ટેન્કર ચાલક અને પાયલોટિંગ કાર ચાલકને વોન્ટેડ જાહેર કરી રૂરલ પોલીસ મથકે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application