Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

છેલ્લા 3 માસથી મહિલા કર્મચારીને કંપની દ્વારા પગાર ન ચૂકવાતા વલસાડ અભયમ ટીમ મદદે

  • October 21, 2022 

વલસાડનાં વાપી ખાતે રહેતી એક શ્રમિક મહિલા પરીવારનું ગુજરાન ચલાવવા માટે છેલ્લા કેટલાક વર્ષોથી વાપી સ્થિત કંપનીમાં નોકરી કરે છે. પરંતું છેલ્લા 3 માસથી મહિલા કર્મચારીને કંપની દ્વારા પગાર ન ચૂકવાતા મહિલાના ઘરની આર્થિક પરિસ્થિતિ કફોડી બની હતી. જોકે શ્રમિક મહિલા જે કંપનીમાં કામ કરતી હતી. તે કંપનીમાંથી મહિલાને પગાર ન આપતા બાળકો અન્ન વિહોણા બનતા દયનીય પરિસ્થિતિ ઊભી થઈ હતી. શ્રમિક મહિલા કંપની સંચાલકો પાસેથી પગાર માંગણી કરી રહ્યી હતી. ક્યાંયથી કોઈ પણ મદદ ન મળતા શ્રમિક મહિલા કર્મચારીએ 181 અભયમ મહિલા હેલપલાઇનની ટીમની મદદ માંગી હતી.




જેથી મહિલાએ 181ની ટીમને પોતાની આપવીતી જણાવી મદદરૂપ બનવા વિનતી કરી હતી. જેથી વલસાડ અભયમ રેસ્ક્યુ ટીમ કંપનીમાં પહોચી તેના મેનેજમેન્ટ સાથે મહિલા કર્મચારીને બાકી વેતન ચૂકવી આપવાં ચર્ચા કરી અને દર માસે નિયમિત વેતન આપવામા આવે જેથી કરી કોઈ તકલીફમાં મુકાય નહિ તે બાબતનું પણ ઘ્યાન દોર્યું હતું. મેનેજમેન્ટે અભયમની ટીમની રજૂઆત સ્વીકારી કર્મચારી ને બાકી વેતન ચૂકવી આપ્યું હતું. વેતન મળતા મહીલા કર્મચારીએ અભયમની ટીમનો ખૂબ આભાર માન્યો હતો. આમ સામી દિવાળીએ 3 માસનો પગાર મળતા મહિલાના ચહેરા ઉપર દિવાળીની ખુશી જોવા મળી હતી. કંપની સંચાલકે પણ શ્રમિક મહિલાને સમયસર પગાર ચૂકવી આપવાની ખાતરી આપી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application