પારડી તાલુકાનાં પરિયા વેલવાગડ ભૂમિહીન ફળિયા ખાતે રહેતી ગુણવંતીબેન અશોકભાઈ પટેલ (ઉ.વ.18) પોતાના ઘરે ગત રાત્રે અગમ્ય કારણસર ઝેરી દવા પી આત્મહત્યાનો પ્રયાસ કરી દીધો હતો. જોકે ઝેરી દવા પીધા બાદ તેની તબિયત લથડતા પરિવારજનો તેને તાત્કાલિક સારવાર માટે પારડી રેફરલ હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા.
જ્યાં તેને વધુ સારવારની જરૂર પડતા ગુણવંતીબેનને 108 એમ્બ્યુલન્સ મારફતે વલસાડ સિવિલ હોસ્પિટલ ખાતે બેભાન હાલતમાં ખસેડવામાં આવી હતી. બનાવ અંગેની જાણ સિવિલ હોસ્પિટલનાં તબીબે પારડી પોલીસને કરવામાં આવી હતી. આ 18 વર્ષ યુવતીએ કયા કારણસર આ પગલું ભર્યું જે હજી રહસ્ય અકબંધ રહેવા પામ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application