વલસાડ જિલ્લાનાં વાપીનાં ચંડોર ગામમાં આવેલી હનુમંત રેસિડેન્સી એક વ્યક્તિએ ફ્લેટો રાખ્યા હતા. જે ફ્લેટોની આકારણી કરીને ફ્લેટો પોતાના નામે કરાવવા ફ્લેટ માલિકે ગ્રામ પંચાયતમાં અરજી કરી હતી. જે અરજી ચંડોર ગ્રામ પંચાયતનાં સરપંચને મળતા સરપંચે તેમના પતિની મદદ લઈને હનુમંત રેસિડેન્સીમાં ફ્લેટો રાખનાર વ્યક્તિની સંપર્ક કરીને રૂપિયા 2.50 લાખની લાંચની માંગણી કરી હતી. જેથી ફ્લેટ ધારક લાંચિયા સરપંચને લાંચ આપવા માંગતો ન હોવાથી વલસાડ ACBમાં ફરિયાદ કરી લાંચનું છટકું ગોઠવી ફોલ્ડર અને સરપંચનાં કહેવા મુજબ સરપંચ પતિએ 1 લાખની લાંચ સ્વીકારતા ACBનાં છટકામાં ઝડપાઇ ગયો હતો.
ત્યારબાદ ACBની ટીમે મહિલા સરપંચની ધરપકડ કરી હતી. વલસાડ ACBએ લાંચ સ્વીકારનાર સરપંચ પતિ અને લાંચ મંગનાર સરપંચ બંનેને વાપીની સ્પેશ્યલ કોર્ટમાં રિમાન્ડની માંગણી કરી હતી. જે અરજી ઉપર D.G.P. અનિલ ત્રિપાઠીની દલીલોને ગ્રાહ્ય રાખીને વાપીની ACBની સ્પેશ્યલ કોર્ટનાં જજ એમ.પી.પુરોહિતે આરોપીનાં 5 દિવસનાં રિમાન્ડ મંજુર કર્યા હતા. મળતી માહિતી મુજબ, વલસાડ જિલ્લાનાં વાપી તાલુકાનાં ચંડોર ગ્રામપંચાયત વિસ્તારમાં આવેલી હનુમંત રેસિડેન્સીમાં એક વ્યક્તિએ ફ્લેટો રાખ્યા હતા. જે ફ્લેટોની આકારણી કરાવીને ફ્લેટ પોતાના નામે કરવા ચંડોર ગ્રામ પંચાયતના ચોપડે ફ્લેટના મલિક તરીકે પોતાનું નામ દાખલ કરવા ચંડોર ગ્રામ પંચાયતમાં અરજી કરી હતી.
જે અરજી ચંડોર ગ્રામ પંચાયતના સરપંચ મયુરીબેનને મળી હતી. આકારણીના કામના બદલામાં રૂપિયા 2.50 લાખની લાંચની માંગણી સરપંચ મયુરીબેન પટેલનાં પતિ મારફતે માંગી હતી. અરજદાર લાંચ આપવા માંગતો ન હોવાથી અરજદારે તાત્કાલિક વલસાડ ACBની ટીમનો સંપર્ક કર્યો હતો. વલસાડ ACBની ટીમ સમક્ષ ચંડોર ગ્રામ પંચાયતના સરપંચ વિરુદ્ધ ફરિયાદ આપી હતી. જે ફરિયાદના આધારે વલસાડ ACBની ટીમે છટકું ગોઠવ્યું હતું. અરજદારે ચંડોર ગ્રામ પંચાયતનાં સરપંચ મયુરીબેને મંગેલી રૂપિયા 2.50 લાખની લાંચ પૈકી 1 લાખની વ્યવસ્થા થઈ હોવાથી તે લેવા માટે વાપીની શ્રી ખોડીયાર કાઠીયાવાડી ઢાબાના પાર્કિગમાં બોલાવ્યા હતા. વલસાડ ACBની ટીમે લાંચનું છટકું ગોઠવ્યું હતી. જેમાં સરપંચ મયુરીબેન વતી લાંચ સ્વીકારવા આવેલા સરપંચ પતિ મુકેશભાઈને વલસાડ ACBની ટીમે ઝડપી પાડયા હતા.
વલસાડ ACBની ટીમે ચંડોર ગ્રામ પંચાયતના સરપંચ મયુરીબેન મુકેશભાઈ પટેલ અને તેમની જગ્યાએ લાંચ સ્વીકારનાર મુકેશભાઈ પટેલની ધરપકડ કરી હતી. વલસાડ ACBની ટીમે લાંચિયા સરપંચ અને તેના પતિને વાપીની ACBની સ્પેશ્યલ કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડની માંગણી કરી હતી. જે અરજી ઉપર D.G.P. અનિલ ત્રિપાઠીની દલીલોને ગ્રાહ્ય રાખીને વાપીની ACBની સ્પેશ્યલ કોર્ટના જજ એમ.પી. પુરોહિતે આરોપીના 5 દિવસના રિમાન્ડ મંજુર કર્યા હતા. વલસાડ ACBની ટીમે ચંડોર ગ્રામ પંચાયતનાં સરપંચ અને તેના પતિના રિમાન્ડ મેળવી આગળની તપાસ હાથ ધરી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500