વાપી GIDC સ્થિત એક પ્લાસ્ટિકનો સામાન વેચતી દુકાનમાં અચાનક આગ લાગી જતા ફાયરને જાણ કરાઇ હતી. જોકે ફાયરની ટીમે ભારે જહેમત બાદ આગ ઉપર કાબૂ મેળવતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો. પરંતુ આગ લાગવા પાછળનું કારણ જાણી શકાયું નથી. બનાવની વિગત એવી છે કે, વાપી GIDC ટેલિફોન એક્ષ્ચેન્જની સામે આવેલ એવીએન પ્લાસ્ટિક નામની દુકાનમાં ખુર્શી, ટેબલ વિગેરેનું વેચાણ થાય છે.
જ્યાં ગતરોજ સવારે અચાનક આગ લાગી જતા અંદર કામ કરતા મજૂરો સહિત માલિક દુકાન બહાર દોડી ગયા હતા અને જોતજોતામાં જ પ્લાસ્ટિકમાં લાગેલી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા બનાવ અંગે ફાયર વિભાગને જાણ કરાઇ હતી. જેથી GIDC ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને આગ ઉપર કાબૂ મેળવવા પ્રયાસો હાથ ધર્યા હતા. જેથી કલાકોની જહેમત બાદ આગ ઉપર કાબૂ મેળવી લેતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો. જોકે આગ કયા કારણસર લાગી તે જાણી શકાયું નથી. આગને લઇ અંદર મૂકેલ પ્લાસ્ટિકના ટેબલો તેમજ ખુર્શીઓ બળીને ખાક થઇ ગયા હતા. સદ્દનસીબે આ આગમાં કોઇપણ પ્રકારની જાનહાની થઇ ન હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application