વલસાડનાં મોગરાવાડી રહેતા એક પરિવારે આર્થિક મંદીથી કંટાળીને ચાર સભ્યોએ ઊંઘની દવા ગટગટાવી આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો, જોકે મુંબઈ રહેતી એક દીકરી વારંવાર ફોન ઉપર પ્રયાસ સંપર્ક કરવાનો પ્રયાસ કરતા પરિવારમાંથી કોઈ પણ ઉચકતા નજીકમાં રહેતા એક સબંધ જઈને ઘટનાની જાણ કરી હતી જેથી નજીકમાં રહેતા સંબંધી તાત્કાલિક ઘરે પહોંચી ચેક કરતા પરિવારનાં ચાર સભ્યોએ ઊંઘની 10 દવા પી લઈ આપઘાત કર્યો હોવાનું જાણવા મળ્યું હતું.
સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, વલસાડનાં મોગરાવાડી વિસ્તારમાં રહેતા શિવદર્શન એપાર્ટમેન્ટ, શારદાધામ સોસાયટી આવેલા એક એપાર્ટમેન્ટમાં રહેતા બ્રાહ્મણ પરિવારના ચાર સભ્યોએ આર્થિક મંદીથી કંટાળીને આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે મુકેશભાઈ અનિલભાઈ મહેતા જે વોચમેન તરીકે કામ કરી રહ્યા હતા.
તેઓ ઘરમાં પત્ની મીના મુકેશ મહેતા, દીકરો પ્રથમેશ મુકેશ મહેતા, જે પારડીની રેડીમેન્ટ દુકાનમાં નોકરી કરવા જતો હતો અને દીકરી ટીના મુકેશ મહેતા એક સાથે 10 જેટલી ઊંઘની ગોળીઓ પી ગયા હતા. તેમની મુંબઈ રહેતી દીકરીએ માતા-પિતાને ફોન કરતી હતી પરંતુ પરિવારના કોઈપણ સભ્યો ફોન ન ઉપડતા નજીકમાં રહેતા એક પરિચિત યુવકને ફોન કરીને મદદ લઈને પરિવારનાં સભ્યોને ચેક કરવા જતાં પરિવારના તમામ સભ્યોએ ઉંઘની દસ-દસ ગોળીઓ પી આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હોવાનું સામે આવતા તાત્કાલિક 108ની મદદથી સારવાર માટે વલસાડ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500