Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

Accident : નશાની હાલતમાં ટ્રેલર ચાલકે ટ્રેલરને ડિવાઇડર સાથે અથડાવી દેતા અકસ્માત, 2ને ઈજા

  • September 14, 2022 

મુંબઈ તરફથી ટ્રક ટ્રેલર નંબર GJ/01/CY/8130નાં ચાલક ઓમપ્રકાશ રામસ્વરૂપ શાહ (ઉ.વ.30) જે નશા કરેલ હાલતમાં પવનચક્કીનો સામાન ભરી અમદાવાદ તરફ જઈ રહ્યો હતો. તે દરમિયાન સવારે હાઇવેનાં મટવાડ પાસે આ ચાલક ટ્રક ટ્રેલરને ડિવાઇડર સાથે અથડાવી પલટી મારી ગઈ હતી. આ અકસ્માતમાં ટ્રક ટ્રેલરનાં ચાલક ઓમપ્રકાશ સહિત એક શખ્સને મૂઢમાર વાગ્યો હતો.




જયારે અકસ્માતને પગલે બંને તરફનો ટ્રાફિક જામ થઇ ગયો હતો તેમજ ઘટનાની જાણ ખારેલ પોલીસ ચોકીના સંદીપ શ્રીરામને થતા તેઓ ઘટના સ્થળે આવી જરૂરી કાર્યવાહી કરી હતી. આ ટ્રેલરને હાઇવે પરથી ક્રેઇનની મદદથી ખસેડી ટ્રાફિક ખુલ્લો કર્યો હતો. બનાવમાં ડ્રાઈવર ઓમપ્રકાશ શાહુ (ઉ.વ.30, હાલ રહે.અમદાવાદ, બાકરોલ ચોકડી પાછળ, મૂળ રહે. જગતરામપુર, યુપી) સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરાઈ હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application